GSTV
Gujarat Government Advertisement

PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને વધુ એક નોટિસ ફટકારવામાં આવી, 7,030 કરોડ રૂપિયા ચૂકવવાનો કર્યો નિર્દેશ

Last Updated on November 29, 2019 by Mayur

પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે નીરવ મોદીએ વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે. કૌભાંડ સાથે જોડાયેલી હાલની ઘટના મુજબ મુંબઈ ડેટ્સ રિકવરી ટ્રિબ્યૂનલે ભાગેડુ નીરવ મોદી અને તેના ગ્રુપની કંપનીઓને તેમજ અન્યને લગભગ બે વર્ષથી પીએનબીની બાકી નીકળતી રકમ 7,030 કરોડ રૂપિયા ચુકવવાના નિર્દેશ આપ્યા છે.

આ પહેલાં ડીઆરટીઆઈ દ્વારા 22 નવેમ્બરે પણ નીરવ મોદી અને અન્ય આરોપીઓને 30 જૂન, 2018નાં રોજ 14.30 ટકાના દરે વ્યાજ આપવાના નિર્દેશ આપ્યા હતા. નીરવ મોદી તેમજ તેના નજીક સંબંધી અમિ મોદી, નિશાલ મોદી, દીપક મોદી, નેહાલ મોદી, રોહિન મોદી, અન્નયા મોદી, અપાશા મોદી અને પૂર્વ મહેતાને નોટિસ ફટકારી છે.

આ ઉપરાંત નીરવ ગ્રુપની કંપનીઓને પણ આ કેસ સંદર્ભે જ નોટિસ આપવામાં આવી છે. આ કંપનીઓમાં સ્ટેલ ડાયમંડ્સ, સોલ એક્સપોર્ટસ, ડાયમંડ આરયૂએસ, ફાઈવસ્ટાર ઈન્ટરનેશનલ લિમિટેડ તેમજ મુંબઈ, ગુજરાત અને રાજસ્થાનની 13 શાખાઓને નોટિસ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!