GSTV
Home » News » અમદાવાદના કોંગ્રેસના વધુ એક ધારા સભ્ય ભાજપમાં જોડાયા

અમદાવાદના કોંગ્રેસના વધુ એક ધારા સભ્ય ભાજપમાં જોડાયા

દેશમાં આયારામ ગયારામની નીતિ દરેક પક્ષમા સ્વીકૃત બની ગઇ છે. જે નેતા પ્રજાની સેવા માટે સવારે એક પક્ષમાં હોય તો સાંજે તે બીજા પક્ષમાં પણ હોઇ શકે છે. આગામી લોકસભાની ચુંટણી આવતા સુધી પ્રજાસેવાના આવા સમાચાર સતત મલતા રહેશે. હાલના તાજા સમાચારની વાત કરીએતો ખેરાલુના જૂના ઘારાસભ્ય રમીલાબેન દેસાઇ ભાજપમાં જોડાઇ ગયાના સમાચાર છે.

રમીલાબેન અગાઉ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહિત અમદાવાદ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચુક્યા છે. તેમણે ભાજપ પ્રવેશ સમયે જણાવ્યું કે મારી જીંદગીમાં જે કાંઇ મળ્યું છે તે મને ભાજપે આપ્યું છે. કોંગ્રેસ વિષે તેમણે પક્ષમાં ટાંટીયાખેંચ હોવા સહિત પક્ષ અને રાહુલ ગાંધીમા શિસ્તના અભાવ વિષે વિશેષ ટિપ્પણી કરી હતી.

રમીલાબેને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ઘારણ કરી વિધિવત ભાજપમા પ્રવેશ કર્યો હતો. આ સમયે હાજર પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કરીને તેમને અભિનંદન આપ્યા હતા.

Related posts

પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પીધું અને પરિવારજનો વીડિયો ઉતારવામાં મશગૂલ હતા

Mayur

ગુજરાતની સાત બેઠકની પેટા ચૂંટણીમાં 49 કોંગ્રેસીઓને ચૂંટણી લડવાના અભરખા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!