VIDEO: પાક.ના અઝહર અલીના ફની રન-આઉટને ટક્કર આપે છે આ રન-આઉટ

ક્રિકેટના ફેન્સ હજુ પાકિસ્તાન અને દુબઇ ટેસ્ટ મેચ દરમિયાન થયેલા હાસ્યાસ્પદ રનઆઉટના આંચકામાંથી  બહાર આવ્યાં નથી ત્યાં ક્રિકેટની દુનિયામાં આવો જ એક રન આઉટ થયો છે જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો.

જો કે આ રન આઉટ કોઇ આંતરરાષ્ટ્રીય મેચનો નહી પરંતુ ઘરેલૂ ક્રિકેટનો છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા Plunket Shield ટૂર્નામેન્ટ દરમિયાન ચાલી રહેલી Wellington And Otagoની મેચમાં એક રન આઉટ થયો જેમાં બંને બેટ્સમેન બે રન લેવાના ચક્કરમાં ત્રણ વાર પિચ પર ફસડાઇ ગયાં.

શું થયું હતું?

હકીકતમાં Otagoની ઇનિંગની 47મી ઓવરમાં Michael Ripponએ ફ્લિક કર્યો તો બંને બેટ્સમેન બે રન લેવા માટે દોડ્યા. આ દરમિયાન જ બીજો રન લેતાં પહેલાં Nathan Smith બે વાર ફસડાઇ પડ્યો. સામે આવી રહેલો Michael Rippon  બીજો છેડો જોયા વિના જ દોડી રહ્યો હતો પરંતુ જેવું તેણે જોયુ કે તેનો સાથી બેટ્સમેન લપસી પડ્યો છે તો તે પરત આવ્યો પરંતુ તેવામાં તે પણ લપસી પડ્યો.

આ વચ્ચે વીકેટકીપરે તકનો લાભ લઇને ગિલ્લીઓ ઉડાવી દીધી. ટ્વિટર પર આ બંનેનો વીડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાનના બેટ્સમેન આ રીતે થયાં હતાં આઉટ

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી અબુ ધાબી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની બીજી ઇનિંગના 53મી ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી વિચિત્ર રીતે આઉટ થયો. કોઇને વિશ્વાસ પણ ન થયો કે કોઇ બેટ્સમેન આ રીતે આઉટ થઇ શકે.

થયું એવું કે અઝહર અલીએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પીટર સિડલનો બોલ ઑફ સાઇડમાં શૉટ રમ્યો અને રન માટે દોડ્યો. બોલ સીધો બાઉન્ડ્રી પાસે જઇને અટકી ગયો. તેવામાં પિચ પર બંને બેટ્સમેન અસદ શફીક અને અઝહર અલી તે વિચારીને વાત કરી રહ્યાં હતાં કે બોલ બાઉન્ડ્રીને પાર ગયો છે.

તેવામાં બંને બેટ્સમેનથી ભૂલ થઇ ગઇ અને બાઉન્ડ્રી લાઇન્ પાસે રહેલા મિચેલ સ્ટાર્કે બોલ પકડીને વિકેટકિપર ટીમ પેનને આપ્યો. ટીમ પેને કોઇપણ ચૂક વિના થ્રો પકડ્યો અને સ્ટંપ ઉડાવી દીધાં. તેના કારણે અઝહર લી રન આઉટ થઇ ગયો. અઝહર અલીના રન આઉટ થવાને મર્ખમીમાં ખપાવવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter