બોલિવૂડમાં આ દિવસોમાં ‘બોયકોટ’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા લોકો આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો વિરોધ કરી રહ્યા હતા. ત્યાર બાદ હવે આલિયાની આગામી ફિલ્મ ‘ડાર્લિંગ’ (Darling)પર સંકટના વાદળો મંડરાતા જોવા મળે છે. આલિયા ભટ્ટ, શેફાલી શાહ અને વિજય વર્મા સ્ટારર ‘ડાર્લિંગ’ 5 ઓગસ્ટે રિલીઝ થવાની છે પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ’ (Darling) છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવી રહી છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ જ વખાણવામાં આવ્યું હતું. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ માટે તૈયાર છે પરંતુ તે પહેલા સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઈ ગયો છે. લોકોનું કહેવું છે કે, ફિલ્મમાં એક પુરૂષ સાથે થતી ઘરેલુ હિંસા કેવી રીતે ડાર્ક કોમેડી તરીકે બતાવવામાં આવી શકે છે.
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ’ના કોન્સેપ્ટ પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે, આલિયાએ માત્ર ફિલ્મમાં અભિનય જ નથી કર્યો પરંતુ તે તેની પ્રોડ્યુસર પણ છે. આલિયાની ફિલ્મમાં મનોરંજનના નામે માત્ર પુરૂષોને ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા છે. આ સિવાય ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે, પુરૂષો સામે ઘરેલું હિંસા કેવી રીતે સામાન્ય હોઈ શકે છે.
My first film as a producer!!!
— Alia Bhatt (@aliaa08) July 25, 2022
So excited nervous thrilled emotional to share it with you!!!!
DARLINGS TRAILER OUT NOW!https://t.co/EqBIAYNAh7
આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ’ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ‘બોયકોટ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી લોકોના #BoycottAliaBhatt અને #BoycottDarlings પર આલિયા ભટ્ટનો કોઈ રિસપોન્સ જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ’ (Darling) 5 ઓગસ્ટના રોજ નેટફિલ્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
હાલમાં જ તેનું એક સોંગ રિલીઝ થયુ છે. આ સોંગમાં અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. મ્યૂઝિક વિશાલ ભારદ્વાજનું છે જ્યારે આ સોંગમાં ગુલઝાર સાહેબે લખ્યુ છે. આ મૂવીમાં આલિયા ભટ્ટ, વિજય વર્મા, રોશન મૈથ્યૂ, શૈફાલી શાહ અને રાજેશ શર્મા જોવા મળશે.
READ ALSO:
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી
- માયાવતીની જેમ મમતા બેનરજી પણ મોદી સરકાર પ્રત્યે કૂણા પડવા લાગ્યા છે
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર