GSTV

ચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ કરી 2500થી વધારે Chinese youtube channels

ચીન (china)પર ડિજિટલ સ્ટ્રાઈક કરતી વખતે, ભારત (India)એ અગાઉ તેની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ ફરી 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય દેશો પણ ચીન સામેના વ્યાપક ગુસ્સાને કારણે તેની એપ્સ અને ચેનલો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. દરમિયાન, ગૂગલે (Google)એક મોટું પગલું ભર્યું છે અને ચીનમાં 2500 થી વધુ ચાઇનીઝ યુટ્યુબ ચેનલોને (Chinese youtube channels)ડિલીટ કરી દીધી છે. તેને ચીન માટે મોટો આંચકો માનવામાં આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચેનલો દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી હતી, જેના કારણે તેમને વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ દ્વારા દૂર કરવામાં આવી છે. ગૂગલે અહેવાલ આપ્યો છે કે આ યુટ્યુબ ચેનલો એપ્રિલ અને જૂન વચ્ચે યુ ટ્યુબ પરથી દૂર કરવામાં આવી છે. ગૂગલ કહે છે કે ચીન સાથે સંકળાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશન માટેની ચાલી રહેલી તપાસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગૂગલે તેના ભ્રામક જાણકારી માટે ચલાવતા ઓપરેશનને ત્રિમાસિક બુલેટિનમાં આ સુચના આપી છેકે, યુટ્યૂબે જણાવ્યુકે, આ ચેનલ્સ પર સામાન્ય રીતે સ્પેમી, નોન-પોલિટિકલ કોન્ટેટ પોસ્ટ કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં રાજકારણ સાથે જોડાયેલી અમુક વાતો પણ છે.

જોકે ગૂગલે આ ચેનલોના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ કેટલીક અન્ય માહિતી આપી છે. એનબીટીના સમાચાર અનુસાર, કંપનીએ કહ્યું કે સમાન પ્રવૃત્તિવાળા વીડિયોની લિંક્સ ટ્વિટર પર જોવા મળી હતી. એપ્રિલમાં, તેમને ડિસઇન્ફોર્મેશન અભિયાનમાં સોશિયલ મીડિયા એનાલિટિક્સ કંપની ગ્રાફિકા (Social Media Analytics Company Graphika)દ્વારા ઓળખવામાં આવી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ચીની દૂતાવાસે હજી સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ચીને અગાઉ ગેરમાર્ગે દોરનારા અને ખોટી માહિતી આપવાના તમામ આરોપોને નકારી દીધા છે.

READ ALSO

Related posts

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!