ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી માઝા મૂકી રહી છે. યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ-ડીઝલ, ઈંધણ અને ખાદ્યચીજો સહિતના ભાવો આસમાને આંબી ગયા છે. ત્યારે મોંઘવારીએ આમ આદમીને વધુ એક ફટકો માર્યો છે. દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવરે સાબુ, શેમ્પૂ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે જેના પગલે આમ પ્રજા માટે નાહવા- ધોવાનું પણ મોંઘુ થઈ ગયું છે. HULએ તેના ઉત્પાદનોના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ કોફી, કેચઅપ, ટૂથપેસ્ટના ભાવમાં 4 થી 13 ટકાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે HULના CEO સંજીવ મહેતાએ પામ ઓઈલ અને ક્રૂડ ઓઈલમાં તેજીને કારણે FMCG ઉત્પાદનોમાં વધારો થવાનો સંકેત આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એફએમસીજી કંપની એચયુએલએ 125 ગ્રામ Pearsના સાબુના ભાવમાં 2.4 ટકાનો વધારો કર્યો જયારે મલ્ટીકેપમાં 3.7 ટકાનો ઉછાળો થયો છે.લક્સ સાબુના મલ્ટિપેક વિરેયન્ટના ભાવમાં 9 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
શેમ્પૂના ભાવમાં ઝીંકાયો વધારો
એફએમસીજી કંપનીએ શેમ્પૂની કિંમતમાં સૌથી વઘુ 15 ટકાનો વધારો કર્યો છે. જેમાં Sunsilk શેમ્પૂના તમામ વેરિયન્ટના ભાવમાં 8થી 10 રૂપિયા વધ્યા છે જ્યારે Clinic Puls શેમ્પુના 100 એમએલના પેકમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય પર્સનલ કેર પ્રોડક્ટ જેવી કે ગ્લો એન્ડ લવલીના ભાવમાં 6થી 8 કિંમતમાં વધારો થયો છે. બીજ બાજુ પોન્ડ ટેલકમ પાઉડરના ભાવમાં 5-7 ટકાનો વધારો ઝિંકાયો છે.

હોર્લિક્સ અને કોફી પણ મોંઘી
પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને શેમ્પૂ-સાબુ સિવાય કંપનીએ ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં પણ વધારો કર્યો છે. હોર્લિક્સ, બ્રુ કોફી અને કિસાન કેચઅપ 4 થી 13 ટકા મોંઘા થયા છે. ભાવ વધારાથી કંપનીને વધતી જતી મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે.ઉલ્લેખનીય છે કે, કે રશિયા અને યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી જ FMCG કંપની HUL સતત ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરી રહી છે. આ ચોથી વખત છે જ્યારે કંપનીએ પ્રોડક્ટની કિંમતોમાં વધારો કર્યો છે. અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
Read Also
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત