GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વાહનો માટેની સ્ક્રેપેજ નીતિ લાગુ કરવાના પ્રયાસને વધુ એક ઝટકો, નીતિ આયોગે ચિંતા વ્યક્ત કરી

વાહનો માટેની સ્ક્રેપેજ નીતિ લાગુ કરવાના પ્રયાસને વધુ એક ઝટકો લાગ્યો છે. રોડ મિનિસ્ટ્રી દ્વારા જુના વાહનોને ભંગારમાં મોકલી આપવા માટે ઘડાયેલ સ્ક્રેપેજ નીતિના ડ્રાફ્ટ પર નીતિ આયોગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ સરકાર આશા રાખી રહી છે કે આ યોજનાંને પ્રોત્સાહન આપવાથી વાહનોનું વેચાણ વધશે અને ઘણા લાંબા સમયથી મંદી સામે ઝઝૂમી રહેલ ઓટો ઇન્ડસ્ટ્રીને લાભ થશે.

નીતિન ગડકરીની આગેવાનીમાં રોડ મિનિસ્ટ્રીએ વાહનની આયુષ્ય વ્યાખ્યા નક્કી કરીને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેમાં જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે માલિકોને પ્રોત્સાહન આપવામાં આવશે. જો કે બીજી તરફ નીતિ આયોગે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે તેનાથી વાહન માલિકોને આર્થિક નુકશાન થઇ શકે છે.

આ ઉપરાંત રોડ મિનિસ્ટ્રીએ જુના વાહનોને સ્ક્રેપ કરવાના બદલામા વાહન માલિકોને અમુક આર્થિક રાહત આપવાની યોજના બનાવી હતી જેની ઉપર પણ નીતિ આયોગે પ્રશ્ન ઉઠાવ્યાં છે. અમેરિકામાં આ રીતની કેશ ફોર કલન્કર્સ યોજના શરુ થયા બાદ અમુક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેને કારણે નીતિ આયોગને અમેરિકા જેવી સ્થિતિ ભારતમાં પેદા થવાનો ડર સતાવી રહ્યો છે.

એક દાયકા અગાઉ વૈશ્વિક મંદી દરમિયાન અમેરિકામાં રોકડ માટે કલન્કર્સ યોજના લાગુ કરવામાં આવી હતી. અમેરિકાની સરકારે આશરે 300 કરોડ ડોલર ખર્ચ કર્યા બાદ અચાનક આ યોજના બંધ કરી દીધી હતી. આ યોજનાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે વાહનચાલકોને પ્રોત્સાહન આપવા માટે હવે રોડ મિનિસ્ટ્રી ટોલટેક્સમાં રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર સરકાર આ મુદ્દે વિચાર કરી રહી છે તેમજ ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!