GSTV
Home » News » રેશ્મા પટેલ બાદ વધુ એક નેતાએ ભાજપ સામે બાંયો ચડાવી , આપી સરકારને આ ચીમકી

રેશ્મા પટેલ બાદ વધુ એક નેતાએ ભાજપ સામે બાંયો ચડાવી , આપી સરકારને આ ચીમકી

રેશ્મા પટેલ બાદ વધુ એક ભાજપના નેતા એ ભાજપ સામે બાંયો ચડાવી છે. વિધાનસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જેમને કહ્યું છે કે, સમાજ માટે ભાજપમાં જોડાયો હતો. હવે ભાજપ તેમની વાત સાંભળતી નથી. ચેતન ઠાકોરે હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સરકાર પર આક્ષેપ કર્યા છે. સરકારે 3 મહિનામાં પગલાં લેવાની ખાતરી આપી હતી. પરતું સરકારે આપેલા કોઈ વચન પુરા નથી કર્યા. ચેતન આ બાળકી માટે ન્યાય યાત્રા યોજાશે

ન્યાય નહિ મળે તો વિધાનસભાનો ઘેરાવ કરશે

ચેતન ઠાકોર અગાઉ અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલો હતો. જોકે, ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ સામે જ બળવો પોકાર્યો છે. આ જ સ્થિતિ રેશ્મા પટેલની પણ છે. રેશ્મા પટેલ પણ હાર્દિકથી અલગ થઈને ભાજપમાં જોડાયા હતા. હવે તેમને ભાજપ સામે બળવો પોકાર્યો છે. આ મહિલા કદાવર નેતા ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કરે છે. પક્ષ તેમની સામે કાર્યવાહી કરે તેવી પણ ચૂપકીદી સાધીને બેઠો છે. રેશ્મા પટેલે તો સૌરાષ્ટ્રમાંથી લોકસભાની ચૂંટણી લડવાનું પણ એલાન કરી દીધું છે. આમ થોડાક જ સમયમાં આ બે નેતાઓ ભાજપ સામે બળવો કરીને હે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.

  • હિંમતનગરથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા યોજાશે
  • રાજનીતિના નામે 876 સમાજના લોકો સામે ખોટા કેસ કર્યા
  • અનેક પત્ર લખી સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી
  • સરકારે ફાંસીની સજાની વાત કરી હતી
  • બજેટ સત્ર દરમ્યાન વિધાનસભાનો ઘેરાવો કરશે

આણંદમાં એકતા યાત્રાને મોળો પ્રતિસાદ

આણંદમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની એક્તા યાત્રાને મોળો પ્રતિસાદ મળ્યો હતો. સ્થાનિક ક્ષત્રિય સેનાના કાર્યકરો અને આગેવાનો એક્તા યાત્રાનું સ્વાગત કરવાથી દૂર રહ્યા હતા. આણંદના ધુળેટા ગામેથી ભરતસિંહ સોલંકીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આણંદ પહોંચી હતી.આણંદના લોટીયા ભાગોળ પાસે અલ્પેશ ઠાકોરે ભાથીજી મહારાજના મંદિરમાં દર્શન કર્યા હતા. બાદમાં યાત્રા આણંદથી બોરસદ તરફ રવાના થઈ હતી.

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!