GSTV
Home » News » સિંહો મામલે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય : ગીરમાં નહીં જોવા મળે સિંહ

સિંહો મામલે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય : ગીરમાં નહીં જોવા મળે સિંહ

ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં સિંહોના મોત બાદ  વન વિભાગ હરકતમાં આવ્યું છે. સરસિયા આસપાસ વસવાટ કરતા ૨૬ સિંહોને ૫૦ કિ.મી. દૂર ગીર પશ્ચિમ હેઠળના જામવાળા ખાતે એનિમલ  કેર હોસ્પિટલમાં  સ્થળાંતર કરાયા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી ડોકટરોની નજર હેઠળ સિંહોનું સતત ઓબ્ઝર્વેશન થઈ રહ્યુ છે.  સુત્રોના જણાવ્યા પ્રમાણે સરસિયામાં વસવાટ કરતા સિંહોને કોઇ ચેપી રોગ કે અન્ય કોઇ બિમારી  લાગુ પડી છે  કે કેમ તે માટે ૨૬  સિંહોને રેસ્કયૂ કરી જામવાળા ખાતે ઓબ્ઝર્વ હેઠળ રખાયા છે. વન વિભાગે તમામ સિંહો સલામત હોવાના કરેલા દાવા પર અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. હાલમાં ગીરમાં ફરતા સિંહ જોવા મળવા મુશ્કેલ છે. સરકારના અા નિર્ણયને પગલે ગીરમાં ફરતા સિંહ હાલમાં જોવા મુશ્કેલ છે. સરકારનો અા અૈતિહાસિક નિર્ણય છે. સિંહોને બચાવવા માટે સરકારે લીધો નિર્ણય પણ અાવકારદાયક છે.

વન વિભાગ દ્વારા અન્ય 26 સિંહોને ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા અભ્યારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ તમામ સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગે એવું કહ્યું કે, 26 સિંહોને સાવચેતીના ભાગરૂપે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાક્રમ પ્રમાણે જોઇએ તો, 12 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16 સિંહોનાં મોત થયા છે. 35થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણના સંદર્ભમાં, આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં 16 સિંહોના મોત થાય અને બીજા 26 જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ.

કેન્દ્રની ટીમ દોડી અાવી હતી

જૂનાગઢ-ગીરમાં 10 દિવસમાં 11 સિંહોના મોતની ઘટનાની કેન્દ્ર સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. કેન્દ્રની વન વિભાગની ટીમ  ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ પૂર્ણ કરી છે. દુનિયામાં એક માત્ર સ્થળે જોવા મળતા એશિયાટીક સિંહોના 10 દિવસમાં થયેલા ટપોટપ મોતનું કારણ શું છે. તે તપાસવા નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટીના પ્રતિનિધિ તથા જોઈન્ટ ડાયરેક્ટર અને વાઈલ્ડ લાઈફના એઆઈજીએ મુલાકાત કરી હતી. તેમજ સિંહોના મોત થવા પાછળ ભેદી વાયરસ જવાબદાર છે કે કેમ તે અંગે પૃચ્છા કરી હતી.

રૂપાણીઅે પણ વ્યક્ત કરી છે ચિંતા

અમરેલીમાં 11 સિંહોના મોત મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સિંહોના મોતની તપાસ માટે મુખ્ય વન સંરક્ષણ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ કાર્યરત થઈ છે. સિંહોના કુદરતી અને અકુદરતી રીતે થયેલા મોતથી રાજ્ય સરકાર ચિંતિત છે.

 

કેટલાક સિંહોના બીમારીથી મોત થયાં છે ત્યારે  જરૂર પડશે તો તમામ સિંહનું પરીક્ષણ કરાશે. મૃત સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સરકાર પગલાં લેશે. અને જો કોઈ બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સિંહોની સુરક્ષા અને બીમારીથી બચાવવા સરકાર વધુ વ્યવસ્થા વિકસાવશે.

ઉલ્લેખનિય છે કે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો સીલસીલો યથાવત હોય એમ જશાધાર એનિમલ સેન્ટરમાં સારવાર હેઠળ રહેલી વધુ બે સિંહણનાં મોત નિપજતાં મૃત્યુ આંક 16 પર પહોંચ્યો છે. અહિંયા 6 દિવસથી આ રેન્જની 7 સિંહણ અને એક સિંહબાળ 3 વેટરનરી તબીબની દેખરેખ હેઠળ સારવારમાં છે. અત્યાર સુધીમાં 7 સિંહણ, 7 સિંહબાળ અને 2 સિંહ મોતને ભેટી ગયા છે. અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાની દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો સીલસીલો યથાવત રહેતાં સરકાર અને રાજયનું વનતંત્ર દોડતું થઇ ગયું છે અને ગીરનાં તમામ સાવજનું અવલોકન અને પરીક્ષણ કરવાનાં આદેશો છુટયાં બાદ ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી તબીબો તેમજ સ્ટાફ તપાસમાં ગુંથાયો છે.

સિંહોના મોતનો અાંક 16 પર પહોંચ્યો

દલખાણીયા રેન્જમાં સાવજનો મોતનો આંક 14 સુધી પહોંચી જતાં 7 દિવસ પહેલા અવલોકનમાં અહિંયાથી 7 સિંહણ અને 1 સિંહબાળમાં શંકા જણાતાં રેસ્કયુ કરી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ગત 25 સપ્ટેમ્બરનાં સારવારમાં ખસેડાયાં હતાં. જ્યાં 3 વેટરનરી તબીબ અને ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ સઘન સારવાર અપાઇ રહી છે. તેમ છતાં વધુ બે સિંહણનાં મોત નિપજતાં મૃત્યુ આંક 16 પર પહોંચી જતાં તંત્રમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ 5 સિંહણ અને 1 સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તો સ્થિતિ સારી હોવાનું વનતંત્રનાં સૂત્રોમાંથી જાણવા મળી રહયું છે.

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!