GSTV

‘કલ્કી ભગવાનની’ બેનામી સંપત્તીનો આંકડો રૂ. 600 કરોડને પણ વટાવી જશે

દક્ષિણના આધ્યાત્મિક ગુરૂ અને પોતાને કલ્કી ભગવાનના અવતાર ગણાવતા વિજય કુમાર નાયડુ અને તેમના પુત્રના આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં સિૃથત પરિસરો પર આવકવેરા વિભાગના લગભગ એક સપ્તાહ ચાલેલા દરોડામાં રૂ. 600 કરોડની બેનામી સંપત્તિ ઉજાગર થઈ હોવાનું આઈટી વિભાગના સૂત્રોનું કહેવું છે અને આ આંકડો હજી પણ વધવાની શક્યતા છે. બીજીબાજુ આઈટીના દરોડા પછી પ્રથમ વખત વીડિયો મારફત સામે આવેલા વિજય કુમાર નાયડુએ જણાવ્યું હતું કે તેઓ દેશ છોડીને ક્યાંય ગયા નથી અને જવાના નથી. મીડિયા તેમના અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

આઈટી વિભાગ દ્વારા હાથ ધરાયેલા દરોડા લગભગ એક સપ્તાહ સુધી ચાલ્યા પછી સોમવારે પૂરા થયા હતા. આ દરોડાઓમાં કલ્કી ભગવાનની અખૂટ બેનામી સંપત્તિ જપ્ત કરાઈ હતી. આઈટી વિભાગે જણાવ્યું કે આ સંદર્ભમાં કલ્કી ભગવાનને સમન્સ પાઠવવામાં આવી શકે છે.આધ્યાત્મિક ગુરૂ દ્વારા ચલાવવામાં આવતા ટ્રસ્ટ અને કંપનીઓ પર પણ બ્લેક મની એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ તપાસ થઈ શકે છે તેમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. છ દિવસ સુધી ચાલેલા દરોડા દરમિયાન આઈટી વિભાગને જૂથ દ્વારા ટેક્સ હેવન્સ સહિત વિદેશમાં અને દેશમાં અનેક કંપનીઓમાં રોકાણ કરાયું હોવાની વિગતો મળી હતી.

દરમિયાન આઈટી વિભાગના દરોડા પછી કલ્કી ભગવાનનો એક વીડિયો સંદેશ સામે આવ્યો હતો, જેમાં તેમણે તેમનો પરિવાર દેશ છોડી ભાગી ગયો હોવાની અફવાઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે અમે દેશ છોડીને ભાગી નથી ગયા કે ક્યાં જવાના નથી. અમે તામિલનાડુના નેમામમાં છીએ.અમારૂં સ્વાસ્થ્ય પણ સારૂં છે અને તેમના જૂથ દ્વારા ચલાવવામાં આવતા વર્ગો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ રોજબરોજની જેમ ચાલુ જ રહેશે. સરકાર કે આઈટી વિભાગમાંથી કોઈએ નથી કહ્યું કે અમે દેશ છોડી દીધો છે, પરંતુ મીડિયા આ અફવા ફેલાવી રહ્યું છે. જોકે, તેમણે વીડિયોમાં આઈટીના દરોડાની વાત નહોતી કરી.

બીજીબાજુ આઈટી વિભાગના સૂત્રો મુજબ કલ્કી ભગવાન પાસેથી રૂ. 600 કરોડથી વધુની બેનામી સંપત્તિઓ મળી આવી છે. આ કેસમાં તપાસ હજી ચાલુ છે. છ દિવસ લાંબા આ દરોડામાં 200થી વધુ અિધકારીઓ સામેલ હતા.18મી ઓક્ટોબરે આવકવેરા વિભાગે કહ્યું હતું કે આશ્રમ અને તેના પરિસરો પર પાડવામાં આવેલા દરોડામાં 43.9 કરોડ રૂપિયાનું ભારતીય ચલણ, 18 કરોડનું વિદેશી ચલણ અને 31 કરોડના કિંમતી સોના તથા હીરાના ઝવેરાત જપ્ત કરાયા છે.

READ ALSO


Related posts

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 18 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!