ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે સિંચાઈ દ્વારા ખેડૂતોને પાણી આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિંચાઈ વિભાગને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ભરૂચ, નવસારી, વલસાડ સહિત સુરત જિલ્લાના ખેડૂતોએ મહા જળયાત્રા યોજાઇ. જેમાં જોડાયેલા ખેડૂતઓએ પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા. જે બાદ અઠવા લાઇન્સ સ્થિત સિંચાઈ ઓફિસે પહોંચેલ મહાજળયાત્રામાં જોડાયેલ ખેડૂતોએ માટલા ફોડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે સિંચાઈ કચેરીથી અમારી લાશ જશે,પરંતુ પાણીતો લઈને જ ઝંપિશું.