લક્ષદ્વીપના એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ ગાંધી પણ ફરી લોકસભાના સભ્ય બનશે એવી આશા કોંગ્રેસને જાગી છે. કોંગ્રેસનું માનવું છે કે, ફૈઝલનો કિસ્સો પણ રાહુલ ગાંધી જેવો જ છે એ જોતાં રાહુલ ગાંધી પોતાની સજા સામે સ્ટે લઈ આવે તો ફરી લોકસભાના સભ્ય બની શકે છે.

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની ફરી લોકસભાનું સભ્યપદ આપવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય એ પહેલાં જ લોકસભાએ મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ આપવાની જાહેરાત કરી દીધી હતી. હાઈકોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં ફૈઝલને થયેલી દસ વર્ષની સજા પર સ્ટે આપ્યો હતો છતાં લોકસભા સચિવાલય દ્વારા ફૈઝલનું લોકસભાનું સભ્યપદ પાછું ના અપાતાં ફૈઝલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
લક્ષદ્વીપની એક કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં ફૈઝલ ચાર લોકોને સજા સંભળાવી હતી. કોર્ટે ફૈઝલને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત દોષિતોને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો