GSTV
Home » News » ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને આપ્યો આ મોટો લાભ, આપશે પેન્શન

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને આપ્યો આ મોટો લાભ, આપશે પેન્શન

ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને રૂ. ૧ લાખ સુધીનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે પાંચ વર્ષ સુધી આપવાની જાહેરાત કરી છે. તેમ જ ૬૦ વર્ષની વય વીતાવી ગયેલા સીમાંત ખેડૂતો માટે પેન્શન યોજના ભાજપ સરકાર શરૂ કરશે તેવો સંકલ્પ પણ ભાજપ તેના ચૂંટણી ઢંઢેરા મારફત કરી રહ્યો હોવાનું મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે ગાંધીનગર ખાતે ભાજપના ચૂંટણી ઢંઢેરાની ગુજરાતી પ્રતનું વિમોચન કરતાં એક પત્રકાર પરિષદમાં વાતચીત કરતાં જણાવ્યું હતું.

સરકારે ટેકાના ભાવે રૂ. ૮,૫૦૦ કરોડથી વધુ મૂલ્યની ખેતપેદાશો ખરીદી

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધારવાના આયોજનના ભાગરૂપે સરકારે ટેકાના ભાવે રૂ. ૮,૫૦૦ કરોડથી વધુ મૂલ્યની ખેતપેદાશો ખરીદી હોવાનું જણાવ્યું હતું. જોકે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીએ દ્વારા કાર્ટેલ રચીને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે તે માટેના કરાતા પ્રયાસોને તોડી પાડવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા તેમણે કરી નહોતી. તેમ જ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવા અંગેના આયોજન અંગે ફોડ પાડીને વાત કરી નહોતી.

cm vijay rupani

ભાજપ સરકારે શરૂ કરેલી જગતના સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના હેઠળ ૧.૫ લાખ સ્વાસ્થ્ય કેન્દ્ર અને કલ્યાણ કેન્દ્ર નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમ જ ૭૫ જેટલી નવી મેડિકલ કૉલેજો અને પોસ્ટ ગ્રેજ્યુએડ મેડિકલ કૉલેજોના સ્થાપનાનો આરંભ કરવાની અને ગરીબો માટે સ્થાનિક ગુણવત્તા યુક્ત પ્રાથમિક ચિકીત્સા સેવા સુનિશ્ચિત કરાવવા માટે ટેલીમેડિસિનની સિસ્ટમનો વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Related posts

VIDEO : બનાસકાંઠામાં વિકૃતોની હેવાનિયત, અજગરને જીવતો સળગાવ્યો

Mayur

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણીપંચે આપ્યો આખરી ઓપ, કુલ 14 લાખ 74 હજાર મતદારો

Mayur

દિવાળીમાં ફટાકડા ફોડવાના આ છે નિયમો, ભૂલ કરી તો પોલીસ કરશે જેલભેગા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!