GSTV

આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન, રાજ્યની તમામ બોર્ડરને સીલ કરવામાં આવી

પોલીસ

રાજ્યમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને લઇને ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મધરાત્રે 12 વાગ્યથી 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતના લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી.

ગુજરાતની તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી

ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનને ગંભીરતાથી લઇ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લોકો ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. સરકારના આદેશ બાદ હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.

આવશ્યક સેવા ચાલુ રહેશે

ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે દૂધ, શાકભાજી, ફળફળાદી અને કરિયાણા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રહેશે. સાથે જ મેડિકલ અને આરોગ્યલક્ષી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત બેન્કિંગ, વીજ, ઇન્ટરનેટ, નગરપાલિકા, મહાનગરપાલિકા આવશ્યક સેવા ચાલુ રહેશે.

  • અમદાવાદ શહેર પોલીસ આવી શકે છે એકશન મોડમાં
  • લોક ડાઉનના નિયમોનું ચુસ્તપણે કરાવાશે પાલન

કોરોના વાયરસના પગલે આવનારી 25 મી માર્ચ સુધી લોકડાઉન કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનું પાલન કરાવવા માટે થઈને હવે પોલીસ વિભાગ પણ કડકાઈથી વર્તશે તેવી આંશિક વાત સામે આવી રહી છે. હાલના સંજોગોને અને પરિસ્થિતિને જોતા લોક ડાઉનનો પિરિયડ વધારી પણ શકાય છે. કારણકે કોરોના વાયરસની અસરને લઈને કેસમાં ઉછાળો આવી રહ્યો છે જેના પગલે આવનારા સમયમાં તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તો નવાઈની વાત નહીં.

કોરોના મહામારીને પહોંચી વાળવા માટે થઈને તંત્ર સુસજ્જ

કોરોના મહામારીને પહોંચી વાળવા માટે થઈને તંત્ર સુસજ્જ છે. બીજી તરફ શહેરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે પરંતુ શહેરીજનો લોકડાઉનની ગંભીરતાને બેધ્યાને રાખીને બેફામ પૂર્વક રોડ રસ્તા ઉપર ફરી રહી છે જેના પગલે હવે પોલીસ વિભાગે કડકાઈથી લોકડાઉનના નિર્ણયની અમલવારી કરાવી રહી છે આગામી સમયમાં જો પબ્લિક લોકડાઉનના નિર્ણયને ગંભીરતાથી નહીં લે તો હવે પોલીસ ગુના દાખલ કરશે, બીજી તરફ શહેરમાં 900 જેટલા વિદેશી નાગરિકો અને મહેમાનો આવ્યા છે અને તે તમામને શોધવાની કામગીરી પોલીસ અને મહાનગરપાલિકએ હાથ ધરી છે જેને પગલે તે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવી શકાય. લોકડાઉનના નિર્ણયને પગલે કોમર્શિયલ વ્હિકલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રાઇવેટ વાહનોને પરવાનગી આપી છે આ સહીત ઇમરજન્સી સેવાઓ પુરી પાડનારા તથા સાધનોને રોડ ઉપર જવાની પરવાનગી છે.

READ ALSO

Related posts

સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો

Pravin Makwana

સુરત/ સીટી બસમાંથી નીચે ઉતરતા યુવકનું થયું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Pravin Makwana

અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!