GSTV
Cricket Sports Trending

IPL 2020 તારીખોની થઈ જાહેરાત, જાણો UAEમાં ક્યારે રમાશે પ્રથમ મેચ

લાંબી રાહ બાદ આખે ICC એ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. T-20 વર્લ્ડ કપ સ્થગિત થયા બાદ BCCI માટે IPL ના આયોજનનો રસ્તો સાફ થઈ ગયો છે. સમાચારોની માનીએ તો BCCI એ IPL નુ શેડ્યૂલ નક્કી કરી ચૂકી છે અને આ વિશે ફ્રેંચાઈઝી અને બ્રોડકાસ્ટર્સને પણ જણાવી દીધુ છે.

8 નવેમ્બરે રમવામાં આવશે ફાઈનલ મેચ

BCCI ના સૂત્રો પ્રમાણે, IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરના રોજ ફાઈનલ મેચ રમાશે. સૂત્રએ કહ્યું કે, ‘IPLની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે અને 8 નવેમ્બરના રોજ ફાઈનલ મેચ રમાશે. 51 દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ફ્રેન્ચાઇઝી, બ્રોડકાસ્ટર્સ અને હિસ્સેદારોની સંમતિ અને આવશ્યકતા અનુસાર બનાવવામાં આવ્યું છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, IPL 26 સપ્ટેમ્બરથી શરૂ થશે, જોકે ભારત નથી ઈચ્છતુ કે, ટીમના ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં કોઈપણ પ્રકારની ખામી આવે.

51 દિવસ સુધી રમાશે લીગ

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર જવા માટે ભારતને ત્યાંના સરકારી નિયમો અનુસાર 14 દિવસ માટે સંસર્ગમાં રહેવું પડશે. જો IPLમાં મોડું થાય તો તે ખેલાડીઓને મુશ્કેલ બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ ટૂર્નામેન્ટ 51 દિવસ સુધી ચાલશે, જેમાં ડબ હેડર ઘટાડવામાં આવશે. સાત અઠવાડિયા સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ માત્ર પાંચ ડબલ-હેડર મેચ હશે. શિડ્યુલ મુજબ, અપેક્ષા છે કે ટીમો 20 ઓગસ્ટથી શિબિર શરૂ કરશે.

કેટલા વાગે શરૂ થશે IPL મેચ ?

ખાનગી મીડિયા પ્રમાણે IPL 2020 ના મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. ભારતમાં આ મેચ 8 વાગ્યાથી શરૂ થતા હતા અને 7.30 વાગ્યે ટોસ થતા હતા, પરંતુ આ વખતે IPL UAE માં થઈ શકે છે જે કારણે મેચના સમયમાં ફેરફાર થઈ રહ્યો છે.

સ્ટેડિયમમાં 9 પિચ બની ગઈ છે

જ્યારથી સમાચાર સામે આવી રહ્યા છે કે, UAE માં IPL થઈ શકે છે, ત્યારથી ક્રિકેટ એસોસિએશને ખુદને તૈયાર કરવાનુ શરૂ કરી દીધુ છે. દુબાઈ સ્પોર્ટ્સ સિટીના હેડ ઓફ ક્રિકેટ ઈવેન્ટ્સ સલમાન હનીફે કહ્યુ છે કે, દુબઈ સ્પોર્ટ્સ સિટી, જેમાં દુબઈમાં ઈંટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસી એકેડમી મેચ માટે તૈયાર છે. જણાવી દઈએ કે, દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં 9 પિચ બની ગઈ છે. જેથી અહીંયા પિચને તૈયાર કરવામાં કોઈ પરેશાની નથી થવાની.

READ ALSO

Related posts

વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે

Akib Chhipa

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa

Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ

Siddhi Sheth
GSTV