GSTV

આંતરજિલ્લા પ્રવાસને લઈને નાયબ મુખ્યમંત્રીએ કરી આ મહત્ત્વની જાહેરાત, દરેક ગુજરાતી જોતો હતો આ રાહ

જિલ્લા

લોકડાઉનના ચોથા તબક્કામાં મોટા પ્રમાણમાં છૂટછાટ સાથે ધંધારોજગાર ચાલુ કરાયા છે. હજુ ટ્રાન્સપોર્ટેસન ચાલુ થયું નથી પરંતુ સ્થાનિકમાં દુકાનો સહિતના ધંધાઓ ખોલી શકાશે. રાજ્યમાં એક જીલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પહેલા પરમિશન લેવી પડતી હતી પરંતુ હવે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકે છે. પહેલા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ઓનલાઈન પરમિટ કઢાવવી પડતી હતી પરંતુ હવે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ રાજ્યના કોઈ પણ જિલ્લામાં અવરજવર કરી શકશે. તેના માટે કોઈ પરમિટ કઢાવવાની રહેશે નહીં. કોઈ જાતના પાસની જરૂરિયાત રહેશે નહીં.

કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર આપવાના હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ પણ કર્યુ હતું. સિવિલ યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ જિલ્લાઓમાં અવરજવર માટે કોઈ જાતના પાસની જરૂરિયાત રહેશે નહીં.

લોકડાઉન

લોકડાઉન 4માં રાજ્ય સરકારોને છૂટછાટ આપવાના નિયમોનુસાર ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે. નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બે મહિના બાદ બજારો ખુલવા લાગ્યા છે. લોકો અત્યાર સુધી ઘરોમાં રહ્યા બાદ હવે ધંધા રોજગાર રેગ્યુલર થાય તે માટે સરકારે આપેલી છૂટછાટ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્ટ વગેરેનું ધ્યાન રાખવા ઉપર પણ ભાર મુક્યો હતો.

Read Also

Related posts

ભારતે એવું કર્યું કે ચીનને મરચાં લાગશે, ભારત હવે આ દેશ સાથે આરંભશે વેપારી વાટાઘાટો

pratik shah

વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ લગાવશે જોર, સીએમ રૂપાણી આઠેય બેઠક પર કરશે પ્રચાર

pratik shah

કોરોના નિયંત્રણને લઈને WHOએ ચીન સહીત આ 4 દેશોને આપી શાબ્બાસી, કહ્યું, અમેરિકા-યુરોપ શીખ લે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!