GSTV

ખુશીના સમાચાર / દિવાળી પહેલાં સરકાર આપી શકે છે મોટી રાહત, અતિવૃષ્ટિમાં આર્થિક રીતે તારાજ થયેલા ખેડૂતોને મળશે આ લાભ

Last Updated on October 19, 2021 by Dhruv Brahmbhatt

આ વર્ષે ચોમાસાના અંતિમ તબક્કામાં ભારે વરસાદ વરસતા રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ખેતીને ખૂબ  નુકશાન પહોચ્યું હતું. અતિવૃષ્ટિમાં આર્થિક રીતે તારાજ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર બુધવારે રાહત સહાય પેકેજ જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. વરસાદને લીધે ખેતીને થયેલા નુકશાનનો અંદાજ મેળવવા કરાયેલાં સર્વની કામગીરી પૂર્ણ થઇ છે અને સરકારને રિપોર્ટ સુદ્ધાં મળી ચૂક્યો છે. જો કે, નવી સરકાર ખેડૂતોને રાજી રાખવા એસડીઆરએફના ધોરણો કરતાં ય વધુ સહાય ચૂકવવા ઇચ્છુક છે.

કુદરતી આપતિની થપાટમાં ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યાં છે

આ વર્ષે કુદરતી આપતિની થપાટમાં ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યાં છે. તાઉ-તે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વૈર્યા બાદ અતિવૃષ્ટિએ પણ ખેતીને ઘમરોળી ખેડૂતોને તબાહ કરી દીધાં હતાં.

ભારે વરસાદને પગલે રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં જ નહીં, સૌરાષ્ટ્રના અન્ય 15 તાલુકાઓમાં પણ ખેતીને ભારે નુકશાન થયુ હતુ. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી ખેડૂતોએ સહાય આપવા રજૂઆતો કરી  છે ત્યારે કૃષિ વિભાગે અતિવૃષ્ટિ થયેલાં વિસ્તારોમાં નુકશાનના સર્વે હાથ ધર્યો  હતો.

રાહત સહાય માટે ત્રણ મંત્રીઓની કમિટી પણ રચાઇ છે

રાહત સહાય માટે ત્રણ મંત્રીઓની કમિટી પણ રચાઇ છે જેમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને નાણાંમંત્રી કનુ દેસાઇનો સમાવેશ કરાયો હતો. હવે વિઘા દીઠ કેટલી સહાય ચૂકવવી તે અંગે સરકાર વિમર્શ કરશે. અત્યારે તો મુખ્યમંત્રી કક્ષાએ રાહત પેકેજનો પ્રશ્ન  પ્રથમ હરોળમાં છે. બુધવારે કેબિનેટની બેઠકમાં વિસતૃત ચર્ચાના અંતે રાહત સહાય પેકેજની સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા જોવાઇ રહી છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પાંચેય રાજ્યોમાં ચૂંટણી રેલી-રોડ શો પર જારી રહેશે પ્રતિબંધ

GSTV Web Desk

UP ELECTION/ ઓવૈસીએ આ બે પાર્ટી સાથે કર્યું ગઠબંધન, સત્તામાં આવશે તો 2 મુખ્યમંત્રી બનાવશે, 3 નાયબ મુખ્યમંત્રી પણ હશે

Pravin Makwana

મોટા સમાચાર / કાશ્મીર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સુરક્ષા દળનું ઓપરેશન હજુ પણ યથાવત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!