GSTV

ખેડૂતોની મદદે હવે આવી ગયા છે અન્ના હજારે, મોદી સરકારને આપી આ ચેતવણી

anna hazare

Last Updated on December 22, 2020 by Mansi Patel

દિલ્હીમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ફરી એકવાર મોદી સરકારને કડક ચેતવણી આપી છે. અન્ના હઝારેએ કેન્દ્રને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો આ સરકાર ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં કરે તો હું છેલ્લું આંદોલન કરીશ.

મીડિયા રિપોર્ટ અનુસાર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મોદી સરકારને જવાબ આપતા કહ્યું હતું કે, જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો તેઓ તેમના સમર્થનમાં પોતાનું છેલ્લું આંદોલન કરશે. આ પહેલા પણ અન્નાએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે.

સામાજિક કાર્યકરો અન્ના હજારેએ થોડા દિવસો પહેલાં જ કેન્દ્ર સરકારને ભૂખ હડતાલ પર જવા ચેતવણી આપી હતી. જ્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી ન હતી, ત્યારે ભાજપના એક પ્રતિનિધિમંડળ સોમવારે તેમની મુલાકાત કરી હતી અને હજારેને હડતાળ પર ન જવા વિનંતી કરી હતી. ભાજપના નેતાઓએ પણ ખાતરી આપી હતી કે વિવાદિત કૃષિ કાયદાઓ ખેડૂતોની તરફેણમાં છે.

મહારાષ્ટ્રનાં ભાજપના નેતા હરિભાઉ બાગડે અને સાંસદ ભાગવત કરાડેએ રાલેગણ સિદ્ધિમાં અન્ના હજારે સાથે મુલાકાત કરી હતી. ભાજપના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે અન્ના હજારે દ્વારા કરવામાં આવેલી માંગણીઓ ખેડુતોના હિત માટે છે અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન મળી જશે. અન્ના હઝારેએ ખેડૂતો સાથે સંબંધિત પડતર માંગણીઓ વિશે ગત સપ્તાહે કેન્દ્રને પત્ર લખ્યો હતો. અને તેમના માટે આંદોલનની ચીમકી આપી હતી.

READ ALSO

Related posts

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Pravin Makwana

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!