GSTV
Home » News » યુપીએ અને મોદી સરકારમાં કોઈ ફરક નથી, ભ્રષ્ટાચારને ખત્મ કરવા કંઈ કર્યુ નથી: અન્ના હજારે

યુપીએ અને મોદી સરકારમાં કોઈ ફરક નથી, ભ્રષ્ટાચારને ખત્મ કરવા કંઈ કર્યુ નથી: અન્ના હજારે

તો અન્ના હજારેએ પોતાના નવા આંદોલનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અન્ના હજારેના ગામ રાલેગણ સિદ્ધીમાં દેશભરમાંથી આવેલી ગાંધીવાદી સામાજિક કાર્યકરોની એક બેઠક યોજાઇ. જેમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવી. પોતાના ગત આંદોલનથી સબક લઇને અન્ના હજારેએ આ વખતે ખુબ ધ્યાનપૂર્વક તૈયારીઓ કરી છે.

તેઓ 2012-13માં યુપીએ સરકાર સામેના આંદોલનની જેમ આ વખતે પણ મોદી સરકાર સામેના આંદોલનમાં મોટા પાયે જનસમર્થન ઇચ્છે છે. અન્ના માટે આ વખતે મુદ્દો માત્ર ભ્રષ્ટાચાર નહીં હોય, પરંતુ ખેડૂતોની તબાહીનો સવાલ પણ તેમાં સામેલ હશે. અન્ના હજારેએ એક ઇન્ટરવ્યુમાં પોતાના આંદોલન અંગે વાતચીત કરી અને માહિતી આપી.

અન્ના હજારેએ જણાવ્યું કે, અગાઉની મનમોહન સરકારની જેમ મોદી સરકારે પણ છેતરપિંડી કરી. જે ડ્રાફ્ટ તેમણે તૈયાર કર્યો હતો તેના આધારે લોકપાલ ખરડો બન્યો હોત તો દેશમાં 90 ટકા ભ્રષ્ટાચાર ખત્મ થઇ ગયો હોત. પરંતુ આવુ બન્યુ નથી. અન્નાએ સવાલના પ્રત્યુતરમાં  જણાવ્યું કે, યુપીએ સરકાર અને મોદી સરકારમાં કોઇ ફરક નથી. પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા. આ ચક્ર જ ચાલી રહ્યું છે. અન્નાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આંદોલનમાં તેમની જુની માંગણીઓ તો રહેશે. લોકપાલનો મુદ્દો પણ રહેશે. સાથે સાથે ખેડૂતોના મુદ્દો પણ હશે. ખેડૂતોને તેમના ખર્ચના દોઢ ગણા ભાવ મળવા જોઇએ.

Related posts

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana

મોદીના ખાસ ટાટા, બિરલા અને અદાણીને અબજોનો ફટકો, મુકેશ અંબાણીના 5 અબજ ડોલર ધોવાયા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!