ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ કાયદાના વિરોધમાં સમાજસેવી અન્ના હજારે અનશન કરશે. 30 જાન્યુઆરીએ અન્ના હજારે અનશન કરવાનું એલાન કર્યુ છે. અનશન માટે અન્ના હજારે ન તો ખેડૂતો સાથે સિંધૂ બોર્ડર પર હશે અને ન તો દિલ્લી. મુંબઈ અથવા કોઈપણ મોટા શહેરોને તેણે આ બાબતે પોતાનું ઠેકાણુ બનાવ્યું છે. પરંતુ પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં જ તેઓ અનશન પર બેસશે.

મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં તેના ગામે રાલેગણ સિદ્ધિ ઘણી બાબતોમાં ખાસ છે. આ જ ગામે અન્ના હજારે આમરણ અનશન પર બેસશે. અન્ના હજારે દિલ્લીના રામલીલા મેદાનમાં અનશન કરવા ઈચ્છતા હતા પરંતુ તેને માંગેલી અનુમતિના જવાબમાં કંઈ પણ કહેવામાં આવ્યું નથી. અન્ના હજારે જનલોકપાલ આંદોલન વખતે તેના પ્રમુખ ચેહરો હતા. ભ્રષ્ટાચાર વિરુધ્ધ અને સારા પ્રશાસન માટે અનશન કરતા રહ્યા છે. મહારાષ્ટ્રમાં અન્ના ઘણીવાર આંદોલન કરી ચૂકયા છે. પરંતુ જમલોકપાલ આંદોલને અન્નાને ધર-ધરમાં ઓળખ અપાવી હતી. આ આંદોલન વર્ષ 2011માં કરવામાં આવ્યુ હતું.
ખેડૂતો સાથે અન્ના હજારેનુ સમર્થન અને આમરણ અનશન સરકાર માટે નવી મુશીબતો ઉભી કરી શકે છે. ખેડૂતો સાથે વાતચીતમાં સરકાર કોઈ રસ્તો નથી કાઢી શકયા. સરકારે કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી રોકવાનો પ્રસ્તાવ કર્યો હતો. પરંતુ ખેડૂત સંગઠનોએ સરકારના આ પ્રસ્તાવને માનવાથી મનાઈ કરી હતી. હવે ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર માર્ચ માટે અડગ રહ્યા છે.
READ ASLO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો