GSTV
Home » News » અન્ના હજારેના આંદોલન બાદ નિયુક્ત થઈ લોકપાલ ટીમમાં અભિલાષા, ગુજરાત સાથે છે આ કનેક્શન

અન્ના હજારેના આંદોલન બાદ નિયુક્ત થઈ લોકપાલ ટીમમાં અભિલાષા, ગુજરાત સાથે છે આ કનેક્શન

હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા લોકપાલની નિયુક્તિ બાદ ભાવનગર જિલ્લાના શાહી પરીવારની સભ્ય અભિલાષા કુમારીનો લોકપાલ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લોકપાલ છે પિનાકચંદ્ર ઘોષ, જ્યારે તેમની ટીમમાં સમાવેશ થનારી અભિલાષા કુમારી મણિપુર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકી છે.

લોકપાલ સાથે જોડાયેલી જે ટીમની રચના કરવામાં આવી છે, તેમાં ન્યાયમૂર્તિ દિલીપ ભોંસલે, પ્રદીપ કુમાર મોહંતી, અજય કુમાર ત્રિપાઠી અને અભિલાષા કુમારી સામેલ છે. તેમાં ભ્રષ્ટાચાર વિરોધી મધ્યસ્થતા ટીમમાં ન્યાયિક સભ્યના રૂપમાં સામેલ કરવામાં આવી છે. અભિલાષા કુમારી હાલમાં મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના રૂપમાં સેવાનિવૃત્ત થઈ છે. તેમનો વિવાહ ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરના દરેડ ગામમાં શાહી પરિવારમાં થયો છે.

ઈશરત જહાંના નકલી એન્કાઉન્ટર મામલાની સીબીઆઈ તપાસ બાદ બે જજની ખંડપીઠની નિમણુંક થઈ હતી. જેના અનુસંધાનમાં ગુજરાત સહિત આખા દેશમાં ચર્ચા થઇ હતી.

કેવીરીતે થઈ લોકપાલની નિમણુંક?

વર્ષ 2011માં, લોકપાલની નિમણુંક દરમ્યાન અન્ના હજારે દિલ્હીમાં ઉપવાસ કરી રહ્યાં હતાં. આ આંદોલનમાં ઘણાં નેતા આગળ આવ્યા હતાં. ત્યારબાદ સરકાર દ્વારા 2013માં લોકપાલ અને લોકાયુક્ત કાયદો પસાર કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કાયદો લાવ્યાના 6 વર્ષ બાદ પિનાકચંદ્ર ઘોષને લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યું છે. સાથે જ પૂર્વ સશસ્ત્ર બળના વડા અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન સચિવ દિનેશ કુમાર જૈન, મહેન્દ્ર સિંહ અને ઈન્દ્રજીત પ્રસાદને લોકપાલ અને ગેર-ન્યાયિક સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.

READ ALSO

Related posts

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi

શ્રીલંકાને ભારતે આતંકી હુમલાની એક-બે નહીં પણ ત્રણ વખત ચેતવણી આપી, થયો વધુ એક બ્લાસ્ટ

Arohi