GSTV
Home » News » અંકલેશ્વર GIDCમાં ફાયરિંગથી મોતને ઘાટ ઉતારવાની ઘટનાનો આરોપી ઝારખંડથી ઝડપાયો

અંકલેશ્વર GIDCમાં ફાયરિંગથી મોતને ઘાટ ઉતારવાની ઘટનાનો આરોપી ઝારખંડથી ઝડપાયો

અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી ગુનામાં આરોપી શૂટર મોહમદ સીરાજને દેશી તમંચા સાથે ઝારખંડથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં રહેતા ગેરેજ માલીક સમીમખાનની ફાયરીંગ કરી હત્યા નિપજાવાઇ હતી. હત્યા બાદ અજાણ્યા આરોપી ફરાર થઇ ગયો હતો. આ કેસમાં મોહમદ શાહખાન તથા તેના ભાઈ મોહમદ રિઝવાનને ઝડપી પાડ્યા હતા. જેઓના રીમાન્ડ દરમ્યાન શૂટરનું નામ, સરનામું ટેકનીકલ સર્વેલન્સથી શોધીને તે ઝારખંડનો હોવાનું જણાતા એલ.સી.બીની ટીમે ઝારખંડ પહોંચીને શૂટર મોહમદ સીરાજને ઝડપી પાડીને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Related posts

પ્રેમલગ્ન કરેલા યુવકની બહેનને યુવતીના ભાઈ સાથે થઈ ગઈ આંખ મિચોલી, પિતાજીનું કરી લીધું અપહરણ

Mayur

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!