GSTV
Gujarat Government Advertisement

સુશાંત રાજપૂત ભરી રહ્યો હતો અંકિતા લોખંડેના 4.5 કરોડના ફ્લેટની EMI? દાવા પર અંકિતાએ આપી સફાઈ

સુશાંત

Last Updated on August 16, 2020 by Arohi

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા અપડેટ આવી રહ્યા છે. હાલમાં જ ખબર આવી હતી કે એક્ટ્રેસ અને સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે જે ઘરમાં રહેતી હતી તેની ઈએમઆઈ સુશાંત ભરી રહ્યો હતો. હવે અંકિતા લોખંડેએ તેના પર રિએક્શન આપ્યું છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરના રજીસ્ટ્રેશનની કોપી અને એકાઉન્ટ્સ ડિટેલ્સ શેર કરી છે.

અંકિતાએ શેર કરી બેન્ક ડિટેલ્સ

અંકિતાએ ઘરના રજીસ્ટ્રેશનની કોપી અને એકાઉન્ટ્સ ડિટેલ્સ શેર કરતા લખ્યું- અહીં હું દરેક અટકળોને સમાપ્ત કરૂ છું. હું આટલી ટ્રાન્સપરેન્ટ બની શકુ છું. આ છે મારા ઘરનું રજીસ્ટ્રેશન અને મારા બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (01-01-19થી 01-03-20 સુધી). જે ઈએમઆઈ ચાર્જીસ મારા એકાઉન્ટમાંથી દર મહિને કપાઈ રહ્યા છે મેં તેને હાઈલાઈટ પણ કર્યા છે. તેનાથી વધારે મારી પાસે બીજુ કંઈ કહેવા માટે નથી. #justiceforssr

ઈડીની તપાસમાં રિયાએ કર્યો હતો આ દાવો

તમને જણાવી દઈએ કે ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે સુશાંત મલાડમાં સ્થિત 4.5 રૂપિયાના એક ફ્લેટ માટે ઈન્સ્ટોલમેન્ટ્સ ભરી રહ્યો હતો. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે આ કદાચ એજ ફ્લેટ છે જેમાં અંકિતા લોખંડે રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીએ પણ પુછપરત વખતે આ ફ્લેટનો ઉલ્લેખ કર્યો હતો. રિયાએ જણાવ્યું હતું કે સુશાંત અંકિતા લોખંડે પાસેથી આ ફ્લેટ ખાલી ન હતો કરાવી શકતો. અને તે તેની ઈએમઆઈ ભરી રહ્યો હતો. સુશાંતના ખાતામાંથી દર મહિને આ ફ્લેટની ઈએમઆઈના પૈસા કપાઈ રહ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!