GSTV
Bollywood Entertainment Trending

Sushant કેસ: રિયાના ઇન્ટરવ્યૂ બાદ પૂર્વ પ્રેમિકાએ કર્યો ખળભળાટ મચાવતો ખુલાસો

Sushant સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે મુખ્ય આરોપી તરીકે બહાર આવેલી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો એક ખાનગી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યું હતો જે અંગે સોશિયલ મીડિયા પર ભારે બબાલ થઇ છે. લોકોએ તે ચેનલને બોયકોટ કરવાનું કહ્યું છે જેનાં પર આ ઇન્ટરવ્યૂં આવ્યો હતો. Sushantની બહેન શ્વેતાએ પણ આ ઇન્ટરવ્યૂ ન બતાવવા નિવેદન આપ્યું હતું.

Sushant

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખડેએ શેર કર્યો વીડિયો

ઇન્ટરવ્યૂની એક ઝલક પહેલાંજ રિલીઝ થઇ ગઇ છે. જેમાં રિયા Sushantની એક દવાનો ઉલ્લેખ કરે છે જે હવે રિયાને ખોટી સાબિત કરવાં Sushantની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખડે એ એક વીડિયો રિલીઝ કર્યો છે.

ડિપ્રેશનમાં Sushant લેતો હતો દવા : રિયાનો દાવો

રિયાએ ઇન્ટરવ્યૂં દરમિયાન જણાવ્યું હતું કે, 2013માં સુશાંત ડિપ્રેશનમાંથી પસાર થયો હતો જે બાદ તે ‘મોડાફિનિલ’ નામની એક દવા પોતાની પાસે રાખતો હતો. જ્યારે પણ તે ફ્લાઇટમાં બેસતો તે દવા ખાઇ લેતો હતો. યૂરોપ ટ્રિપ માટે જ્યારે અમે જઇ રહ્યાં હતાં ત્યારે તેણે દવા ખાધી હતી. વર્ષ 2013માં જ્યારે તે ડિપ્રેશનમાં હતો ત્યારે હરીશ શેટ્ટી નામનાં સાઇક્રાટિસ્ટે તેનો ઇલાજ કર્યો હતો.

સુશાંત

અંકિતાએ ફગાવ્યો રિયાનો દાવો

અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીના દાવાઓને નકારી દીધા છે. તેમણે કહ્યું કે જ્યારે અમે સાથે હતા ત્યારે સુશાંતસિંહ રાજપૂતને ડિપ્રેશન ન હતી. હું અંત સુધી સુશાંતના પરિવાર સાથે ઉભી છું. અંકિતાએ કહ્યું કે, “શરૂઆતથી અંત સુધી હું અને સુશાંત 23 ફેબ્રુઆરી 2016 સુધી સાથે હતા. તેને કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન ન હતું અને ડોક્ટરનો સંપર્ક કર્યો ન હતો. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV