GSTV
Home » News » બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

થોડા સમય પહેલા જ મર્ણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળેલી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અંકિતા લોખંડે તેના બોયફ્રેંડ વિક્કી જૈનને કિસ કરતી જોવા મળે છે. કપલના વાયરલ વીડિયોમાં તેમની કેમેસ્ટ્રી જોરદાર જોવા મળી હતી. વીડિયો નાગિનના એક્ટર અર્જુન બિજલાણીએ શૂટ કર્યો છે.

સ્પોટબોયના જણાવ્યાં પ્રમાણે, થોડા સમય પહેલા જ અંકિતા લોખંડે તેના બોયફ્રેંડ વિક્કી જૈન સાથે એક લગ્નમાં ભાગ લેવા માટે આવી હતી, લગ્નમાં તેમણે ખુબ જ મજા કરી હતી. બન્નેએ ડાંસ પણ કર્યો હતો. વીડિયોમાં કપલ ઢોલના તાલ સાથે ડાંસ કરતા જોવા મળે છે. આ દરમિયાન અંકિતાએ વિક્કીને લીપલોક કીસ કરી હતી. તેનો આ વીડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અંકિતા અને વિક્કી ઘણીવાર સાથે જોવા મળે છે. અંકિતાની બર્થ ડે પાર્ટીમાં વિક્કી પણ સામેલ હતો. બન્ને કેટલાય વેકેશન પર પણ સાથે જઈ આવ્યા છે. પરંતું બન્નેએ આ સબંધને હંમેશા દોસ્તીનું નામ આપ્યું છે. એંટરટેનમેંટ પોર્ટલના જણાવ્યાં પ્રમાણે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. અંકિત લોખંડેનું અફેયર પહેલા સુશાતસિંહ રાજપુત સાથે હતું પરંતું કોઈ કારણો સર તેમના વચ્ચે ખટરાગ આવતા આ સંબંધનો અંત આવ્યો હતો.

READ ALSO

Related posts

શાજિયા ઈલ્મી સામે પાકિસ્તાની સમર્થકોએ લગાવ્યા નારા તો સામે શાજીયાએ બોલાવી ભારત માતા કી જય

Mayur

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur

ભારત પાકિસ્તાન સંબંધ અંગે અમેરિકાએ ઈમરાન ખાનને આપી આ શિખામણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!