GSTV
Gujarat Government Advertisement

સુશાંતના મૃત્યુના ત્રણ મહિના પૂરા, અંકિતાએ કહી દિલને સ્પર્શી જતી વાત

સુશાંત

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સુશાંતના મૃત્યુના ત્રણ મહિના પૂરા થવા પર એક ‘ભાવનાત્મક પોસ્ટ’ શેર કરી હતી. અંકિતાએ સોમવારે તેના ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પર લખ્યું, ‘સમય કેટલો ઝડપથી પસાર થાય છે. ઝીંદગી તેની રફતારથી ચાલતી રહે છે, પરંતુ પ્રિયજનોની કેટલીક યાદોને ક્યારેય ભૂલાતી નથી. સુશાંત તું હંમેશાં અમારી યાદો અને વિચારોમાં રહીશ.

અંકિતાએ સુશાંત માટે કરી આ ખાસ પોસ્ટ

અંકિતા લોખંડેએ ટવિટમાં હેશટેગ ‘જસ્ટિસ ફોર સુશાંત ઇઝ ગ્લોબલ ડિમાન્ડ’ અને હેશટેગ ‘ઇટ ઓલરેડી થ્રી મંથ્સ ટુ ડે’ નો ઉપયોગ કર્યો. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને મુંબઈના ફ્લેટમાં આત્મ હત્યા કરી હતી આ ઘટનાને ત્રણ મહિના થઇ ગયા છે.

અંકિતાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અભિયાન #પ્લેન્ટ્સફોરએસએસઆરમાં ભાગ લીધો છે. આ અભિયાનની શરૂઆત શ્વેતાસિંહ કિર્તી (સુશાંતસિંહ રાજપૂતની બહેન) દ્વારા કરવામાં આવી છે.

અંકિતાએ તેના પ્રિય મિત્ર હેચી સાથે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.ફોટોગ્રાફ્સની સાથે તેણે લખ્યું છે કે ‘હેચી અને મમ્મી મને લગભગ તમામ પ્લાન્ટ રોપવામાં મદદ કરે છે. આ અમારું સપનું છે કે તેનું સપનું પૂર્ણ થાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!