GSTV

‘સુન રહા હૈ ના તુ’ ફેમ સિંગર અંકિત તિવારીનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, એક મહિનાથી માગી રહ્યો છે મદદ

Last Updated on December 22, 2020 by Karan

બોલિવૂડ સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટસ વારંવાર હેક થતા રહે છે. હાલમાં બોલિવૂડનો જાણીતો સંગીતકાર અંકિત તિવારી પણ હેકિંગનો સામનો કરી રહ્યો છે. ખરેખર, થોડા સમય પહેલા અંકિતનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું, જેની જાણકારી તેણે જાતે જ ટવિટર દ્વારા આપી છે.

લગભગ એક મહિનાથી ફેસબુકની મદદ માગી રહ્યો છે

અંકિત કહે છે કે તે લગભગ એક મહિનાથી ફેસબુકની મદદ માગી રહ્યો છે. અંકિતે ટવિટમાં લખ્યું છે કે, ‘મારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે. મને ફેન્સ સાથે જોડાવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું છેલ્લા એક મહિનાથી ફેસબુક ટીમની મદદ માગું છું, પરંતુ હજી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

મેં તેમના દ્વારા કહેલી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી

તેણે લખ્યું, ‘મેં તેમના દ્વારા કહેલી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે, પરંતુ હું હજી પણ સમસ્યાનો સામનો કરી રહ્યો છું.’ તેણે આ પોસ્ટમાં ફેસબુક ઇન્ડિયાને પણ ટેગ કર્યું છે. તેનું આ ટવિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું છે. અંકિતના ફેન્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, યુઝરો તેની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ સુસ્મિતા સેનની પુત્રી રેનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું

થોડા દિવસો અગાઉ સુસ્મિતા સેનની પુત્રી રેનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું, જેની જાણકારી અભિનેત્રીએ ખુદ આપી હતી. તેના પછી રેનેએ તેનું બીજું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ પણ કોઈએ હેક કરી નાખ્યું હતું. આ અંગે તેણે સાયબર સેલમાં પણ ફરિયાદ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટ: યામાગુચીને હરાવીને પીવીસિંધુ પહોંંચી ફાઈનલમાં, હવે સાઉથ કોરિયન ખેલાડી સાથે ટક્કર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!