GSTV
Home » News » યોગ દિવસ પહેલાં જ વાયરલ થઈ રહ્યો છે પીએમ મોદીનો આ એનિમેટેડ વીડિયો

યોગ દિવસ પહેલાં જ વાયરલ થઈ રહ્યો છે પીએમ મોદીનો આ એનિમેટેડ વીડિયો

યોગ દિવસના પહેલાં જ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો એક એનિમેટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે જ ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ ત્રિકોણાસન આસન કરતાં દેખાઈ રહ્યા છે.  આ વીડિયોનો ઉદ્દેશ 21 જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં લોકોને યોગા કરવા માટે પ્રેરિત કરવા માટે છે.

ટ્વીટમાં પીએમ મોદીએ સંદેશ પણ આપ્યો છેકે, 21 જૂને આપણે #YogaDay2019ને ઉજવીશું. હું તમને બધાને આગ્રહ કરુ છુ કે, તમે પણ યોગને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવો અને બીજા લોકોને આવું કરવા માટે પ્રેરિત કરો. યોગાના ફાયદો જબરદસ્ત છે.

અહીં ત્રિકોણાસનનો એક વીડિયો આપવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી ત્રિકોણાસન કરતાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ આસન કેવી રીતે કરવું તે દર્શાવવામાં આવ્યુ છે. તેનાથી શું ફાયદા થાય છે અને તે આસન શરીરનાં કયાં અંગો ઉપર અસર કરે છે તે કહેવામાં આવ્યુ છે.

ગયા વર્ષે પણ પ્રધાનમંત્રીએ અલગ અલગ આસનો ઉપર ઘણી વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર રાષ્ટ્રીય કાર્યક્રમ આયોજિત કરવા માટે દિલ્હી, શિમલા, મૈસૂર, અમદાવાદ અને રાંચીના નામની પસંદગી કરાઈ છે. નરેન્દ્ર મોદી સતત બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ સરકારનો આ પહેલો મેગો સાર્વજનિક કાર્યક્રમ હશે.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!