સિંહોને વાયરસથી બચાવવા પશુઓનું થશે રસીકરણ, પ્રવાસીઓને પણ થઈ શકે મુશ્કેલી

ગીરના જંગલમાં મૃત પશુઓના મારણને કારણે સિંહોમાં વાયરસ ફેલાવવાથી 23 સિંહોના મોત થયા છે. ત્યારે મારણને કારણે સિંહોમાં વાયરસ કે ચેપ ન ફેલાય તે માટે હવે ગીર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાન તેમજ અન્ય પશુઓને રસી આપવામાં આવશે. પશુઓના રસીકરણ માટે અમદાવાદ તેમજ રાજકોટથી વિશેષ ટીમો બોલાવવામાં આવશે. અમરેલીમાં કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને વનવિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સિંહોને બચાવવા તેમજ પશુઓને રસીકરણ આપવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.

વનવિભાગ તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં સંબંધિત ગામના તલાટી મંત્રીઓની પણ મદદ લેવામાં આવશે. સાથે જ પ્રવાસીઓનું સતત મોનિટરીંગ તેમજ ચેકિંગ કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter