GSTV

ભાજપના રાજમાં હવે પશુઓ પણ સલામત નથી : 5 વર્ષમાં આટલા ચોરાયા, સરકારે જાહેર કર્યા આંકડા

ભાજપ શાસિત ગુજરાતમાં આજકાલ લોકોની અસલામતીનો મુદ્દો અવારનવાર ઉઠી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ શંકાઓ ઉઠી રહી છે. જો કે ભાજપના રાજમાં હવે પશુઓ પણ સલામત નથી. વિધાનસભામાં આજે રાજ્ય સરકારે રજૂ કરેલાં જવાબ મુજબ ૩૧-૧૨-૨૦૧૯ની પરિસ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં પશુચોરીના ૧૦૬૯ કેસો નોંધાયા છે, જે પૈકીના ૫૫૬ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે.

વિધાનસભાની પ્રશ્નોતરીમાં રાજ્યસરકારે આપ્યો આ જવાબ

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કર્યો છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓની ચોરીના કુલ ૧૦૬૯ બનાવો રાજ્યમાં નોંઝાયા છે. જે પૈકીના ૫૫૬ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે અને બાકીના ગુનાઓ ઉકેલવાના બાકી છે. આ ઉપરાંત આ ગુનાઓ હેઠળના ૧૭૨૫ આરોપીઓ પકડાઇ ચૂક્યા છે અને ૧૫૪ આરોપીઓ હજુ પકડાવાના બાકી છે. પશુચોરીના કેસો બાબતે આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ માં દર વર્ષે અન્ય વિસ્તારો વધુ કેસો નોંધાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગૌવંશ ઉપર એસિડ છાંટવાના બન્યા બનાવો

આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં ગૌવંશ પર એસિડ છાંટવાના કુલ ૧૨ બનાવો આઠ જિલ્લામાં નોંધાય છે. આ જિલ્લાઓમાં આણંદ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઝ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે. ગૌવંશ પર એસિડ છાંટવાના કેસોમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પકડાયા છે અને બાકીના આરોપીઓ હજુ પકડાવાના બાકી છે.

વર્ષ પ્રમાણે પશુચોરીના કેસોની વિગત

વર્ષ  કેસ

  • ૨૦૧૫ – ૨૩૦
  • ૨૦૧૬ – ૨૭૭
  • ૨૦૧૭ – ૧૯૩
  • ૨૦૧૮ – ૧૫૫
  • ૨૦૧૯ – ૨૧૪
  • કુલ – ૧૦૬૯

Related posts

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

Nilesh Jethva

લાઈવ બ્રોડકાસ્ટમાં બફાટ બાદ ટ્વિટરે માંગી માફી, આ ભાગને ગણાવ્યો હતો ચીનનો ભાગ

pratik shah

કચ્છ : 7 વર્ષીય બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારી ગળુ દબાવી કરાઈ હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!