GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાઃ વગર કોઈ ડોક્યુમેન્ટે મળશે રૂપિયા 1.80 લાખ સુધીની લોન

દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે કેટલીક યોજનાઓ શરૂ કરી છે. તેવામાં કિસાન ક્રેડીટના તર્જ ઉપર હરિયાળા સરકારે ખેડૂતો માટે પશુ કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને લોન આપવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ આ લોનના માધ્યમથી પશુપાલનને ઉતેજન મળશે. તેમાં ખેડૂતોને માછલી, મરઘા, બકરી, ગાય-ભેંસના પાલન માટે લોન આપવામાં આવી રહી છે.

વિના વ્યાજની લોન

આ યોજના હેઠળ રાજ્યમાં લગભગ 6 લાખ પશુપાલકોએ આ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ઉપર યોગ્ય વ્યક્તિઓને 1.80 લાખ રૂપિયા સુધીની લોન વિના ગેરેંટી મળશે. મળેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 1.40 લાખ પશુપાલકો ફોર્મ ભરાઈ ચુક્યાં છે. આ યોજનામાં 7 ટકા વ્યાજ ઉપર લોન દેવામાં આવશે. જેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર સબસીડી આપી રહી છે. બાકીના 4 ટકા ઉપર હરિયાણા સરકાર છુટ આપી રહી છે. આમ આ લોન વિના વ્યાજની રહેશે.

આવી રીતે કરો એપ્લાય

જો તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારા બેંકમાં કેવાયસી જમા કરાવવું પડશે. તેમાં આધારકાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો જમા કરાવવો પડશે. તે બાદ તમારે બેંકમાંથી ફોર્મ લઈને ભરવું પડશે. તમારા દ્વારા દેવામાં આવેલી જાણકારીનું વેરીફિકેશન થશે અને બાદમાં તમને પશુ ક્રેડિટ કાર્ડ બનશે.

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!