ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ઉંદરની હત્યાનો એક મામલો સામે આવ્યો હતો. આ વિચિત્ર કેસમાં યુવકની ધરપકડ પણ થઈ હતી. તપાસ બાદ આરોપી યુવકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ઉંદરની હત્યાની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના બદાયુમાં એક ઉંદરની હત્યા કરી દેવાનો આરોપ મનોજ કુમાર નામના યુવાન પર લાગ્યો હતો. જીવદયા કાર્યકર વિકેન્દ્ર શર્માએ કાર્યવાહીની માગ કરી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી. ઉંદર પશુની શ્રેણીમાં આવે છે એવા મુખ્ય પશુ ચિકિત્સકના મત પછી આરોપી યુવક સામે પશુ ક્રૂરતા નિવારણ કાયદા અંતર્ગત કેસ દાખલ થયો હતો. યુવક પર આરોપ હતો કે તેણે ઉંદરને પથ્થર મારીને અધમૂવો કર્યા બાદ પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો હતો. આ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ઉંદરનું પરીક્ષણ કરાવ્યું હતું.
ફોરેન્સિક તપાસમાં ખુલ્યું હતું કે ઉંદરનું મોત પાણીમાં ડૂબી જવાથી નહીં, પરંતુ ફેફસા અને લીવર ખરાબ થઈ જવાથી થયું હતું. એટલું જ નહીં, ઉંદરને બીજી પણ ઘણી બીમારી હતી. ફોરેન્સિક રિપોર્ટ બાદ આરોપી યુવાનને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો. ઉંદરની હત્યાનો આ કેસ આખા યુપી સહિત ભારતભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. સેંકડો લોકો ન્યાયની રાહ જોઈ રહ્યાં છે ત્યારે એક ઉંદર માટે પોલીસતંત્ર, ફોરેન્સિક નિષ્ણાતો દોડતાં થયા તે ઘટના ચર્ચાનો વિષય બની હતી.
READ ALSO
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ