GSTV

અનિલ સ્ટાર્ચ મિલના અમોલ શેઠ સહિત કુલ 7 લોકો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ, તપાસ થઈ શરૂ

Last Updated on October 13, 2021 by pratik shah

અનિલ સ્ટાર્ચ મિલના અમોલ શેઠ સહિત કુલ 7 લોકો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે… આ ઉપરાંત પણ ક્રાઈમબ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અને વધુ એક આરોપી સમપ્રિત શેઠની ધરપકડ કરાઈ છે. સમપ્રિત શેઠ અમોલ શેઠના પિતાના માસીનો છોકરો છે. અને તે અનિલ ટ્રેડ કોમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર છે. આરોપીઓએ 1.55 કરોડની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે. આરોપીઓએ સાથે મળીને અનિલ ટ્રેડ કોમ કંપનીમાં નાણાનું રોકાણ કરાવ્યું હતું.

120 થી 180 દિવસની મુદ્દતમાં 12 ટકા ડિસ્કાઉન્ટના નામે નાણાંની ઉચાપત

પરંતુ તેમણે બિલ ડિસ્કાઉન્ટમાં 120 થી 180 દિવસની મુદ્દતમાં 12 ટકા ડિસ્કાઉન્ટના નામે નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે… ગ્રાહકોને બિલ ઓફ એક્સચેન્જની રિસિપ્ટ અને ખરીદીના ઇનવોઇસ આપી તેમને રૂપિયા પરત કરવામાં ન આવ્યા… આ મામલે હવે અમોલ શેઠ… સંપ્રતિ શેઠ… શાલીભદ્ર શેઠ… શ્વેતા નામદેવ… સિદ્ધાર્થ કોન માર્ટ પ્રા.લિ… શિવપ્રસાદ કાબરા તેમજ મનીષ શેઠ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રૂપિયા

આરોપીઓએ અનિલ સ્ટાર્ચ કંપનીની અંડરમાં પેટા કંપની અનિલ ટ્રેડ કોમ, સિધ્ધાર્થ કોન, અનિલ અગમાર્ટ, અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીઅન્સ જેવી કંપનીઓ ખોલી હતી તેમાં કોણ કોણ ભાગીદાર છે તેની તપાસ કરવાની છે. આરોપી આટલા સમયથી ફરાર હતો તો તેને કોણે આશ્રય આપ્યો સહિતના મુદ્દે તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂર છે.

READ ALSO

Related posts

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

Dhruv Brahmbhatt

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!