GSTV

લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્રએ કોંગ્રેસની હાર માટે આ બે કારણોને જવાબદાર ગણાવ્યાં

Last Updated on May 24, 2019 by Karan

કૉંગ્રેસના નેતા અને લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ કોંગ્રેસની હાર અંગે એક મોટુ નિવેદન આપ્યું છે. અનિલ શાસ્ત્રીએ કોંગ્રેસને મળેલા પરાજયને કારણે બાલાકોટ પર સવાલ અને મોદી ઉપર જરૂર કરતાં વધારે અંગત હુમલોઓને હારનું કારણ ગણાવ્યું છે. અનિલ શાસ્ત્રીએ કહ્યું, “આટલી મોટી હારની અપેક્ષા નહોતી, ખૂબ દુઃખ થયું ” તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સારી મહેનત કરી, જનતા સુધી પોતાની વાત સારી રીતે રાખી. પરંતુ રાજ્યનું નેતૃત્વ મોટા ભાગે જવાબદાર છે, તેમને જમીની હકીકતનો અંદાજો નહોતો જ્યા તાજેતરમાં સરકાર બની છે.

કૉંગ્રેસ પાર્ટીને સલાહ આપતા તેમણે કહ્યું, “પાર્ટી આત્મચિંતન કરે અને જે નેતાઓ અને કાર્યકરો પોતાને ઉપેક્ષિત સમજે છે તેમની સાથે વાતચિત કરે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “મોદી પર વ્યક્તિગત પ્રહાર જરૂર કરતાં વધારે રહ્યા હતા. જે મતદારોને પસંદ આવ્યું ન હતું. અમારા મતદારોએ અમારા પ્રચારને નકારાત્મક ગણ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મોદીજીએ રાષ્ટ્રવાદ અને ધર્મનો લાભ લીધો છે.” વિરોધીઓ સહિત અમારી પાર્ટીએ બાલકોટ ઉપર સવાલ ઉઠાવ્યા છે તેને લોકોએ સેનાનો વિરોધ માન્યો હતો. લોકો માનતા હતા કે સૈન્યની બહાદુરી પર અમે સવાલ ઉઠાવ્યો છે તેનુ અમને નુકશાન થયું હતું.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!