GSTV

મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે પદભાર સંભાળ્યો, પુષ્પગુચ્છથી કરાયું સ્વાગત

રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે પદભાર સંભાળ્યો છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે તેઓ પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યુ અને તેઓ પોતાના કાર્યાલય ગયા હતા. જ્યાં અત્યાર સુધી ફરજ નિભાવતા જે.એન. સિંઘે અનિલ મુકિમને આવકાર્યા હતા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતું. વૈદિક મંત્રોથી ફુલહાર પહેરાવીને પણ નવા સચિવનુ સ્વાગત કરાયુ હતુ. મહત્વનું છેકે વર્તમાન સેક્રેટરી જે. એન. સિંઘનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે જેમની જગ્યાએ હવે અનિલ મુકિમ રાજ્યના ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભળાશે.

મુકિમ કેન્દ્ર સરકારમાં ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. નાણા વિભાગના અગ્ર સચિવ પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારનું બજેટ તૈયાર કરાવામાં તેઓની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે અનિલ મુકિમ મોદીના પ્રાઈવેટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!