GSTV

‘600 ટેસ્ટ વિકેટ’ ક્લબમાં એન્ડરસનની એન્ટ્રી, આ પૂર્વ ભારતીય બોલરે ખાસ અંદાજમાં કર્યુ સ્વાગત

એન્ડરસન

Last Updated on August 26, 2020 by Bansari

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને મંગળવારે પાકિસ્તાન સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટના અંતિમ દિવસે અઝહર અલીને આઉટ કરવાની સાથે તેની કરિયરની 600 વિકેટ પૂરી કરી હતી. આ સાથે તે આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બન્યો હતો અને 600 વિકેટ લેનારો ચોથો બોલર બન્યો હતો. અગાઉ ત્રણ બોલરે ટેસ્ટ કરિયરમાં 600 વિકેટ લીધી હતી. મુરલીધરન, શેન વોર્ન અને અનીલ કુંબલે આ ત્રણેય સ્પિનર હતા જ્યારે એન્ડરસન ફાસ્ટ બોલર છે.

અનિલ કુંબલેએ એન્ડરસનને પાઠવ્યા અભિનંદન

જેમ્સ એન્ડરસનની આ સિદ્ધિ બદલ ભારતના અનીલ કુંબલેએ તેને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે 600 વિકેટ લેનારા બોલરની ક્લબમાં આપનું સ્વાગત છે.

ભારતના મહાન સ્પિનર કુંબલેએ કહ્યું હતું કે એક મહાન ઝડપી બોલરની મોટી સિદ્ધિ. ‘600 ટેસ્ટ ક્રિકેટ ‘ની આ ક્લબમાં તમારું સ્વાગત છે.
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે સાઉધમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પાંચમા દિવસે એન્ડરસનને માત્ર એક વિકેટની જરૂર હતી. જોકે વરસાદને કારણે રમત લગભગ પાંચેક કલાક સુધી શરૂ થઈ શકી ન હતી જેને કારણે એમ લાગતું હતું કે એન્ડરસનને હવે આ એક વિકેટ લેવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. અંતે રમત શરૂ થઈ અને એન્ડરસને પાકિસ્તાની ટીમના કેપ્ટન અઝહર અલીને સ્લીપમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના હાથમાં ઝડપાવી દીધો હતો.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!