GSTV
Bollywood Entertainment

બોલીવુડમાં અનિલ કપૂરના 35 વર્ષ પૂરા, અજય દેવગને કહી આ વાત……

બોલીવુડ એક્ટર અજય દેવગન હમણા તેમની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માટે ઘણા ચર્ચાઓમાં છે. મલ્ટીસ્ટાર આ ફિલ્મમાં તેમની સાથે દિગ્ગજ કલાકાર અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ત્યારે અનિલ કપૂરે બોલીવુડમાં પોતાના 35 વર્ષ પુરા કરી લીધા છે. 35 વર્ષ પુરા થવા પર અજય દેવગને અનિલ કપૂરને લઈને એક મોટી વાત કરી છે.

એક વેબસાઈટ પ્રમાણે અજય દેવગને અનિલ કપૂરના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેઓએ કહ્યું કે અનિલ કપૂર હંમેશા ઘણી ઉર્જાઓથી ભરપૂર વ્યક્તિ રહ્યા છે. તેઓને જોઈને ખુશીનો અનુભવ થાય છે. જણાવી દઈએ કે અજય દેવગન અને અનિલ કપૂરે ફિલ્મ ‘લજ્જા’ અને ‘તેજ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

જ્યારે દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે પણ બોલીવુડમાં પોતાના 35 વર્ષના યોગદાન પર દિલની વાત કરી હતી. તેમના કહ્યા પ્રમાણે નવી પ્રતિભાઓ સાથે કામ કરવામં જોખમ હોય છે. ફિલ્મ ‘ફન્ને ખાં’માં નવોદિત નિર્દેશક અતુલ માંજરેકર સાથે કામ કરી રહેલા અનિલ એ પણ માને છે કે જીવનમાં ક્યારેક-ક્યારેક જોખમ લેવું સારુ હોય છે.

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ‘જોખમ વગર જીવનમાં મજા નથી. તમારે જોખમ લેવુ જ પડશે.’ તમને જણાવી દઈએ કે અનિલ કપૂરે વર્ષ 1982માં ફિલ્મ ‘શક્તિ’માં પહેલીવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારથી લઈ અત્યાર સુધીમાં તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV