GSTV
Home » News » Total Dhamaalની કમાણી 100 કરોડને પાર,અનિલ કપૂરે કહ્યું, વધારે સારૂ કરવું છે

Total Dhamaalની કમાણી 100 કરોડને પાર,અનિલ કપૂરે કહ્યું, વધારે સારૂ કરવું છે

જાણીતા ફિલ્મી અભિનેતા અનિલ કપૂર છેલ્લા ચાલીસ વર્ષથી ફિલ્મી ક્ષેત્રમાં દરેક અભિનય કરવામાં સફળ રહ્યા છે. તેમનો હેતૂ પોતાની ક્ષમતા જાણવી અને તેને કઈ રીતે આગળ વધારવી તે છે.અનિલ કપૂરે નાટક,રોમાન્સ,કોમેડી અને સામાજિક ફિલ્મોમાં બહુમુખી પ્રતિભા બતાવી છે.તેમણે “મિશન ઇમ્પોસીબલ: ઘોસ્ટ પ્રોટોકલ” અને “સ્લમડોગ મિલીયોનર” જેવી અનેક હોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

જ્યારે અનિલ કપૂરને પુછવામાં આવ્યું કે,તમને કાંઈ કરવાની ઇચ્છા છે. તેમણે જવાબ આપ્યો કે, મારી જાતને વધારે સક્ષમ બનાવવી છે. મને લાગે છે કે માનવીય ક્ષમતાઓની કોઈ મર્યાદા નથી. તેથી જેટલું આપણે કરીએ છે, તેનાથી આપણે કાંઈક વધારે કરી શકીએ છે. મારા જીવનનો હેતૂ ક્ષમતા વધારવાનો છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ટોટલ ધમાલથી અનિલ કપૂર ખુશ જોવા મળે છે. ટોટલ ધમાલ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ કરતા વધુની કમાણી કરી છે. દર્શકોએ હાસ્યફિલ્મને ઘણી પસંદ કરી છે. અનિલ કપૂરે કહ્યું છે કે,આ ફિલ્મ માટે અમે લોકોએ ઘણો પરસેવો પાડ્યો હતો. જ્યાં સુધી અમે દર્શકોને હસાવીએ છે.ત્યાં સુધી અમારો દિવસ સારો રહે છે. આશા છે કે ફિલ્મ આગળ પણ લોકોને વધારે હસાવશે.

ઇન્દ્ર કુમાર દ્વારા નિર્દેશીત ફિલ્મ ટોટલ ધમાલ સફળ ફ્રેન્ચાઈઝી ધમાલની ત્રીજી ફિલ્મ છે.આ સીરીઝમાં બીજી ફિલ્મ ડબલ ધમાલ હતી. ટોટલ ધમાલમાં અજય દેવગણ,માધુરી દિક્ષીત નેને,રીતેશ દેશમુખ,અરશદ વારસી અને જાવેદ જાફરી મહત્વની ભૂમિકા માં છે.  ઇન્દર કુમાર,અશોક ઠકેરિયા અને અજય દેવગણે સંયુક્ત રૂપે ફિલ્મનું નિર્માણ કર્યુ છે.

READ ALSO

Related posts

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Mansi Patel

એકલા હાથે ચૂંટણી લડવાની કરો તૈયારી, મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગશે ઝટકો

Karan

તમારી નાણાંકીય લેવડ-દેવડ પર છે મોદી સરકારની નજર, ફરજિયાતપણે કરવું પડશે આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!