GSTV
Home » News » અનિલ કપૂરનો ખુલાસો, ફક્ત પૈસા માટે સાઇન કરી હતી આ ફિલ્મ

અનિલ કપૂરનો ખુલાસો, ફક્ત પૈસા માટે સાઇન કરી હતી આ ફિલ્મ

અનિલ કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ફન્ને ખાનને લઇને વ્યસ્ત છે. ફન્ને ખાનમાં અનિલની સાથે સાથે ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવ પણ જોવા મળશે. તાજેતરમાં જ અનિલ કપૂરની ફિલ્મ રેસ-3 બોક્સ ઑફિસ પર ઉંધે માથે પટકાઇ હતી. ઉલ્લેખનીય છે કે રેસની ત્રણેય કડીઓમાં અનિલ કપૂર જોવા મળ્યાં હતા.

આ ફિલ્મમાં સલમાન ખાનનો જાદુ પણ ન ચાલ્યો. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અનિલ કપૂરને પૂછવામાં આવ્યું કે તેમણે શા માટે રેસ-3માં કામ કરવાનું પસંદ કર્યુ તો તેમણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો કે પૈસા માટે. તેમણે જણાવ્યું કે હું જ્યારે પણ કોઇ ફિલ્મ કરૂ છું ત્યારે પૈસા વિશે પહેલા વિચારુ છું કારણ કે આ મારુ પ્રોફેશન હોવાની સાથે તેનાથી જ હું મારુ ઘર ચલાવી શકું છું. આ ઉપરાંત અનિલે કહ્યું કે, જો હું પૈસા તરફ ધ્યાન નહી આપું તો મારુ ગુજરાન કેવી રીતે ચાલશે.

ઉલ્લેખનીય છે કે ફન્ને ખાનમાં અનિલ કપૂર એક ડ્રાઇવરના પાત્રમાં છે. આ ફિલ્મ 3 ઑગસ્ટના રોજ રિલિઝ થવા જઇ રહી છે. ફન્ને ખાન ઉપરાંત અનિલ કપૂર ‘એક લડકી કો દેખા તો એસા લગા’ ફિલ્મમાં પણ જોવા મળશે. તેમાં તેઓ પોતાની દિકરી સોનમ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પણ તેમની સાથે સાજકુમાર રાવ ચમકશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલિઝ કરી દેવામાં આવ્યો છે જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!