GSTV
Bollywood Entertainment Trending

OMG! વરુણ ધવન, કિયારા અડવાણી,નીતૂ કપૂર અને અનિલ કપૂર થયા કોરોના સંક્રમિત, રોકવામાં આવ્યું ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શુટિંગ

કોરોના

વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતૂ કપૂર હાલ ચંદીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શુટિંગ કરી રહ્યાં છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે ફિલ્મનું શુટિંગ રોકી દેવામાં આવ્યું છે કારણ કે ફિલ્મના કેટલાક લીડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના સેટ પર કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે જે બાદ ફિલ્મની શુટિંગ બંધ કરી દેવામાં આવી છે.

ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા પણ કોરોના સંક્રમિત

કોરોના

જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતૂ કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે. જો કે આ વાતની પુષ્ટિ હજુ સુધી થઇ શકી નથી. જણાવવામાં આવી રહ્યુ છે કે ચારેય સ્ટાર્સનો કોરોના રિપોર્ટ ગુરુવારે સાંજે કરવામાં આવ્યો છે જેમાં ચારેય પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.  સાથે જ ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોના

નીતૂએ તાજેતરમાં જ શેર કરી હતી તસવીરો

જણાવી દઇએ કે તાજેતરમાં જ નીતૂ કપૂરે એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ એરપોર્ટ પર ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે નજરે આવી રહ્યાં હતા. આ ફિલ્મ દ્વારા કિયારા અડવાણી અને વરુણ ધવનની જોડી પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ પહેલા તેઓ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ કલંકના એક ગીતમાં સાથે જોવા મળ્યા હતા.

આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતા કરી રહ્યા છે. તાજેતરમાં, પીઢ અભિનેત્રીએ શૂટિંગ દરમિયાન સેટની પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં નીતુ શોટ માટે તૈયાર જોવા મળી હતી. નીતુને ફરીથી સ્ક્રીન પર પાછા જોઇને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સોશ્યલ મીડિયા પર તેની તસવીર પોસ્ટ કરતાં નીતુએ લખ્યું – “ઘણા વર્ષો પછી હું સેટ પર પાછી ફરી છું. એક નવી શરૂઆત અને મૂવીઝનો જાદુ છે. હું થોડી ડરતી પણ મને ખબર છે કે તમે હંમેશાં મારી સાથે છો. “

Read Also

Related posts

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja
GSTV