GSTV

કૃષિ કાયદા: સુપ્રીમ કોર્ટ પેનલ સભ્યએ સીજેઆઈને લખ્યો પત્ર, ખેડૂતોની ગેરસમજ દૂર કરવા જાહેર કરવામાં આવે રિપોર્ટ

Last Updated on November 24, 2021 by Pritesh Mehta

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી દીધી છે. આજથી શરૂ થતી કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાના પ્રસ્તાવ પર મહોર લાગી શકે છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાઓ પર બનાવવામાં આવેલ પેનલના સભ્યો અનિલ ઘનવટે માંગ કરી છે કે સમિતિ તરફથી બનાવવામાં આવેલ ભલામણોને સાર્વજનિક કરવામાં આવે.

ખેડૂતો કૃષિ કાયદા

તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રામન્નાને પત્ર લખીને કહ્યું છે કે આ ભલામણો તૈયાર કરવામાં લાગેલ સમય અને સુપ્રીમ કોર્ટનો સમય વ્યય ન જવો જોઈએ. એટલે તમામ ભલામણોનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. તેમને પત્રમાં કહ્યું છે કે કાં તો સુપ્રીમ કોર્ટ આ ભલામણોને પોતેજ જગજાહેર કરે અથવા તો તેમને આમ કરવા માટે સત્તા આપવામાં આવે.

ખેડૂતોની ગેરસમજ દૂર કરવામાં આવે

પોતાના પત્રમાં ઘનવટએ કહ્યું છે કે સંસદના શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાની પ્રક્રિયા શરૂ થઇ શકે. ત્યારબાદ આ કાયદાઓ સંપૂર્ણપણે બિનઅસરકારક થઇ જશે, પરંતુ આ કાયદાઓને લઈને કરવામાં આવેલ ભલામણો જાહેર કરીને ખેડૂતોની ગેરસમજ દૂર કરી શકાય છે. તેમણે કહ્યું કે ખેડૂતોને અમુક નેતાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

રાકેશ

મજબૂત નીતિ વિકસવાની સૂચનાઓ આપે કોર્ટ

પત્રમાં અનિલ ઘનવટએ કહ્યું છે કે આ કાયદાઓને સંપૂર્ણરીતે સ્વીકાર નહોતા કરવામાં આવ્યા, કારણ કે ભારતની નીતિ પ્રક્રિયા નબળી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે વિકસિત દેશોની જેમ ભારતમાં પણ મજબૂત નીતિ વિકસિત કરવામાં આવે. સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈ પણ સમુદાયના આક્રોશને કારણે સરકાર અને ન્યાયાલયનો કિંમતી સમય બરબાદ ન થાય.

એમએસપીની ગેરંટી શક્ય નથી

ઘનવટએ તે ખેડૂતોની ટીકા પણ કરી જે એમએસપીની ગેરંટીની માંગ કરતા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારને ખેડૂતોના હિતમાં શ્રેષ્ઠ નીતિ લાવવી જોઈએ. દેશમાં એમએસપીની ગેરંટી શક્ય નથી, એમએસપીના દુષ્પ્રભાવોને પણ જોવા જોઈએ. પંજાબમાં ખેડૂતો માત્ર ઘઉં અને અનાજ ઉગાડે છે. ત્યાં જળસ્તર ઓછું થઇ રહ્યું છે, એવામાં તેમણે ખેતીમાં વિવિધતા લાવવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર 23 પાક જ કેમ, આમ તો એ લોકોને પણ એમએસપીનો લાભ મળવો જોઈએ જે ડુંગળી અને બટાકાની ખેતી કરે છે.

ખેડૂતો

ભાજપ સરકારની કરી ટીકા

કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત બાદ અનિલ ઘનવટએ ભાજપ સરકારની આકરી ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કૃષિ કાયદાઓ પર સમિતિની ભલામણોને લાગુ કરવામાં આવી હોત તો ખેડૂતોનું તેમાં ભલું થાત, પરંતુ સરકારે કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી ચૂંટણી જીતવાની ચિંતા કરી. તેમણે કહ્યું કે ખેડૂતો માટે કરવામાં આવેલ ભલામણોને વાંચવામાં જ ન આવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

ધંધુકા મર્ડર કેસમાં મોટો ખુલાસો: આરોપી મૌલાના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું આવ્યું સામે, કટ્ટરવાદી સ્પીચ આપી યુવકોને ભડકાવતો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!