અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, એનસીએલટીએ SBIને 259 કરોડ ન આપવાનો આદેશ કર્યો

anil ambani ericsson

એરિક્સન કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. એરિક્સન કેસ બાદ એનસીએલટીએ એસબીઆઈને 259 કરોડ રૂપિયા રિફન્ડ ન આપવાનો આદેશ કર્યો. આરકોમ આ પૈસાનો ઉપયોગ એરિક્સનને ચૂકવણી માટે કરવાની હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એરિક્સને નાણા ચુકવવા માટે ત્રણ દિવસનો સમય આરોકોમ પાસે છે.

અનિલ અંબાણી એરિક્સનને નાણા નહીં ચુકવે તો તેમને જેલમાં જવાની પણ નોબત આવી શકે છે. એનસીએલટીના ચેરમેન અને ન્યાયાધીશ એસ.જે. મુખોપાધ્યાયની ખંડપીઠે જણાવ્યુ કે, કાયદાકીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો આદેશ આપી શકાય નહી. આરકોમે ગત દિવસે એનસીએલટીને અરજી કરી હતી કે, એસબીઆઈ દ્વારા 259 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવે. જોકે એનસીએલટીએ આ પ્રકારનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

Anil Ambani Reliance Capital

એરિક્સનનો આરોપ છે કે, જિયોને પોતાની સંપત્તિ વેચ્યા બાદ તેમણે 550 કરોડની રકમની ચૂકવણી કરી નથી. આ મામલે કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે એરિક્સનને બાકી નિકળતા નાણા ચુકવવાના આદેશ આપ્યા હતા. આમ ન કરવાથી 12 ટકા જેટલુ વ્યાજ ચુકવવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીએ બાકી નિકળતા નાણાની ચુકવણી કરી નથી. જેથી તેઓ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. એરિક્સને પોતાની અરજીમાં અનિલ અંબાણી, સતીષ સેઠ અને છાયા વિરાણીને ભારત છોડવા પર રોક લગાવવાની માગ ગૃહ મંત્રાલયને પણ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter