GSTV

અનિલ અંબાણીની આ કંપનીએ કર્યો કમાલ, કોરોનાકાળમાં બેગણો થયો નફો

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ પાવરે કોરોનામાં વીજળીની ખપત ઘટી હોવા છતાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં નફો બમણા કરતા વધારે છે. કંપનીએ 105.67 કરોડનો નફો કર્યો છે. આ એક આશ્ચર્ય છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં, કંપનીનો ચોખ્ખો નફો રૂ.45.06 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 2,626.49 કરોડ રૂપિયા હતી. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 2,239.10 કરોડ હતી. આ રીતે, કંપનીની કુલ આવકમાં આશરે 17.3 ટકાનો વધારો થયો છે. લોકડાઉનમાં ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહક સેગમેન્ટમાં વીજ માંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ લોકડાઉન પ્રતિબંધ હટાવ્યા બાદ વીજળીની માંગ સામાન્ય સ્તરે પહોંચી હતી. આવી સ્થિતિમાં આ રાહતના સમાચાર તેમને થોડી આર્થિક મદદ આપશે.

અનિલની કંપનીઓ પર મોટું દેવું છે. આ દેવું તેની કુલ સંપત્તિ કરતા વધારે છે. કંપનીએ જણાવ્યું હતું કે ગેસ આધારિત પાવર પ્લાન્ટના સાધનો , મિલકતો વેચશે. કંપની બીજી પેટાકંપનીઓની સંપત્તિ પણ વેચશે. રિલાયન્સ પાવરે કહ્યું કે તેમની ઘણી કંપનીઓ ખરાબ હાલતમાં છે. બે પાવર કંપનીઓ વેચવા કાઢી છે. એક દિલ્હીમાં 44 લાખ ગ્રાહકોને વીજ વિતરણમાં કામ કરે છે. મુંબઈમાં વીજળી આપતી કંપની અદાણીને વેચી દીધી હતી. 45 અબજ ડોલરની મિલકતોના માલિક હતા હવે દેવાદાર બની ગયા છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!