GSTV
Home » News » રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

રાફેલ ડીલ મામલે વિપક્ષના નેતાઓના નિવેદનો બાદ અનિલ અંબાણીએ કરેલા માનહાનિના દાવાની અમદાવાદ સીવિલ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે અનિલ અંબાણીએ કુલ 12 પક્ષકારો જેમાં કોંગ્રેસ અને નેશનલ હેરાલ્ડ સામેના તમામ કેસો પરત ખેંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ માનહાનિના દાવાની રકમ 5,000 કરોડ રૂપિયા હતી. રાફેલ ડિલ મુદ્દે અનિલ અંબાણી અંગે ખરાબ શબ્દોનો પ્રયોગ કરનારા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ચતુર્વેદી, શક્તિસિંહ ગોહિલ તથા અન્ય નેતાઓ વિરુદ્ધ અનિલ અંબાણીએ અમદાવાદની સીવિલ કોર્ટમાં માનહાનીનો દાવો કર્યો હતો.

સમૂહની કંપનીઓએ અમદાવાદ કોર્ટમાં માનહાનીના કેસો દાખલ કર્યા હતા

અસોસિએટેડ જનરલ ન્યૂઝના નેશનલ હેરાલ્ડ અખબારપત્રમાં છપાયેલ અહેવાલ, વિપક્ષ નેતાઓ, પ્રવક્તાઓના આક્ષેપોને પડકારતા અનિલ અંબાણીએ માનહાનિના દાવા માંડ્યા હતા. આ માનહાનિના દાવાની રકમ 5,000 કરોડ રૂપિયા મૂકી હતી. જેમાં આ તમામ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધના કેસ અનિલ અંબાણીએ પાછા ખેંચવામાં આવ્યા છે. કોર્ટ રેકોર્ડ અનુસાર, 24 ઓગસ્ટ 2018ના રોજ અનિલ અંબાણીની સમૂહની કંપનીઓએ અમદાવાદ કોર્ટમાં માનહાનીના કેસો દાખલ કર્યા હતા.

Related posts

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

Nilesh Jethva

પારડીની બે કંપનીમાં આગ લાગતા મચી અફરા તફરી, પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!