GSTV
Gujarat Government Advertisement

અનિલ અંબાણી કંગાળ : બ્રિટનની કોર્ટમાં હાથ જોડ્યા હવે મારી પાસે કાર સિવાય કંઇ નથી, હું એક સામાન્ય માણસ

Last Updated on September 26, 2020 by Ankita Trada

એક સમયે દેશના સૌથી શ્રીમંત પરિવારોમાં ગણાતા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ આજે સાવ કંગાળ થઇ ચૂકી છે. કોર્ટે તેમની સંપત્તિની માગેલી વિગતના જવાબમાં તેમણે કહ્યું કે હું પરિવારનું ઝવેરાત વેચીને વકીલોની ફી ભરી રહ્યો હતો. મારી પાસે હવે એક કાર સિવાય કશું નથી. મારા પરિવારનો જીવનનિર્વાહ અન્ય સંબંધીઓ દ્વારા થઇ રહ્યો હતો.

મારી પાસે હવે કશું રહ્યું નથી

ઇંગ્લેંડની એક કોર્ટને પોતાની આર્થિક પાયમાલીની વાત કરતાં અનિલ અંબાણીએ શુક્રવારે વીનવણી કરતાં કહ્યું હતું કે, મારી પાસે હવે કશું રહ્યું નથી. માત્ર એક કાર છે. હું સામાન્ય માણસ જેવી જિંદગી જીવી રહ્યો હતો. ચીની કંપનીઓનું દેવું નહીં ચૂકવી શકવાના કેસમાં શુક્રવારે લંડનની સુપિરિયર કોર્ટ સમક્ષ અનિલ અંબાણી પોતે વિડિયો લીંકની મદદથી હાજર થયા હતા. કોર્ટે તેમને સતત ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. અનિલે કહ્યું હતું કે, આ વર્ષના જાન્યુઆરીથી જૂન વચ્ચે મારે કાનૂની ખર્ચ ચૂકવવા 9 કરોડ 90 લાખ રૂપિયાનું પારિવારિક ઝવેરાત વેચી નાખવું પડ્યું હતું.

સંપત્તિની વાતો ચગાવીને રજૂ કરી

અનિલે કોર્ટને કહ્યું કે મિડિયાએ મારી સંપત્તિની વાતો ચગાવીને રજૂ કરી હતી. મારી પાસે ક્યારેય રોલ્સરોયઝ કાર ન હતી. મારી પાસે એક સાધારણ કાર છે. મારા વિશે મિડિયા જાતજાતની અફવાઓ ફેલાવતું રહે છે. બાકી મારી રહેણીકરણી સામાન્ય માણસ જેવી છે.

સંપત્તિની વાતો ચગાવીને રજૂ કરી

દરમિયાન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઑફ ચાઇના, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઑફ ચાઇના તેમજ ચાઇના ડેવલપમેન્ટ બેંકે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે, અનિલ અંબાણી સામે અમે તમામ કાનૂની વિકલ્પો કામે લગાડીશું. આ વર્ષના મેની 22મીએ લંડનની એક કોર્ટે અનિલને એવો આદેશ આપ્યો હતો કે, જૂનની 12મી સુધીમાં તમારે ચીની કંપનીઓનું 5,281 કરોડ રૂપિયાનું દેવું અને કાનૂની ખર્ચના સાત કરોડ રૂપિયા ચૂકવી દેવા પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!