GSTV
Home » News » દેશમાં મંદીની અસર અંબાણીને પણ નડી, લક્ઝરી પ્રાઈવેટ જૅટ આપશે ભાડે

દેશમાં મંદીની અસર અંબાણીને પણ નડી, લક્ઝરી પ્રાઈવેટ જૅટ આપશે ભાડે

આર્થિક સુસ્તીને પહોંચી વળવા ભારતીય ઉદ્યોગપતિઓએ કમર કસી રહ્યા છે અને ખર્ચ ઘટાડવાનું શરૂ કર્યું છે. આ દિશામાં પગલા ભરતા, ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ તેમના જેટ વિમાન ભાડે આપવા અથવા વેચવાનું વિચારી રહ્યા છે.

અનિલ અંબાણી પોતાનું ગ્લોબલ -5000 ભાડે આપશે

એડીએજી ગ્રૂપના અનિલ અંબાણી, જે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં શામેલ છે, પણ તેનું એક લક્ઝરી એરક્રાફ્ટ ભાડે આપવાની યોજના બનીવી છે. એક ઇટીના રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ્સએ વૈશ્વિક ચાર્ટર કંપનીને લીઝ પર આપવા માટે તેના ત્રણ વ્યવસાયિક જેટમાંથી એક 13 સીટર ગ્લોબલ-5000 રજૂ કર્યુ છે. આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ કહ્યું છે કે આ એ જ લક્ઝરી એરક્રાફ્ટ છે જે અનિલ અંબાણી દ્વારા ઉપયોગમાં લેવાય છે. નિયમનકારી ફાઇલિંગ મુજબ, રિલાયન્સ ટ્રાન્સપોર્ટ પાસે પણ બીજા બે વિમાન અને એક હેલિકોપ્ટર છે. આ ઉપરાંત સચિન જોશીનું વાઇકિંગ એવિએશન, ઇન્ડિયાબુલ્સનું એરોમડ એવિએશન, રેલિગેરનું લિગરે એવિએશન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેમના વિમાનો વેચવાનું વિચારી રહ્યા છે.

એક વર્ષમાં 25 ટકા ઘટ્યો નોન શેડ્યુલ્ડ ઓપરેટર

સિવિલ એવિએશનના ડાયરેક્ટોરેટ જનરલના ડેટા અનુસાર, એક વર્ષ પહેલા સુધીમાં દેશમાં લગભગ 130 શેડ્યુલ ઓપરેટરો હતા. પરંતુ સપ્ટેમ્બર 2019 સુધીમાં તેમની સંખ્યા ઘટીને 99 થઈ ગઈ છે. આ બાબતથી પરિચિત એક વ્યક્તિ કહે છે કે આ સંખ્યા હજુ વધુ ઘટાડો થશે. કારણ એ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો પણ પોતાનો ધંધો બંધ રાખવાનું વિચારી રહ્યા છે.

READ ALSO

Related posts

શાહીન બાગ પર નિર્ણય હવે સોમવારે પણ થશે નહીં, આ છે કારણો

Mayur

Jio Phone યુઝર્સ માટે લોન્ચ થયા બે સસ્તા નવા પ્લાન, શરૂઆતની કિંમત છે માત્ર 49 રૂપિયા

Mansi Patel

ટ્રમ્પ અને મેલેનિયા રેટિયો કાંતવામાં મૂઝાતાં જાણો કોણે કરી મદદ, કોણ છે આ મહિલા ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!