GSTV
Home » News » એરિક્સન કેસ મામલે અનિલ અંબાણી સુપ્રીમ કોર્ટમાં, 550 કરોડની ચૂકવણીમાં ભરાયા

એરિક્સન કેસ મામલે અનિલ અંબાણી સુપ્રીમ કોર્ટમાં, 550 કરોડની ચૂકવણીમાં ભરાયા

રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એરિક્સન ઈન્ડિયાએ કરેલી અરજી બાદ અનિલ અંબાણી આજે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યા. એરિક્સનનો આરોપ છે કે, જિયોને પોતાની સંપત્તિ વેચ્યા બાદ તેમણે 550 કરોડની રકમની ચૂકવણી કરી નથી.

આ મામલે કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે 23 ઓક્ટોબર,2018ના રોજ 15 ડિસેમ્બર, 2018 સુધી એરિક્સનને બાકી નિકળતા નાણા ચુકવવાના આદેશ આપ્યા હતા. આમ ન કરવાથી 12 ટકા જેટલુ વ્યાજ ચુકવવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા.

કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીએ બાકી નિકળતા નાણાની ચુકવણી કરી નથી. જેથી તેઓ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. એરિક્સને પોતાની અરજીમાં અનિલ અંબાણી, સતીષ સેઠ અને છાયા વિરાણીને ભારત છોડવા પર રોક લગાવવાની માગ ગૃહ મંત્રાલયને પણ કરી છે.

READ ALSO

Related posts

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!