GSTV
Home » News » હવે અનિલ અંબાણી ઈન્ડોનેશિયામાં પોતાની કોયલાની ખાણ વેચશે, મળશે આટલા કરોડ રૂપિયા

હવે અનિલ અંબાણી ઈન્ડોનેશિયામાં પોતાની કોયલાની ખાણ વેચશે, મળશે આટલા કરોડ રૂપિયા

કરોડો રૂપિયાના દેવા નીચે દબાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સતત પોતાની કંપનીઓની મિલકતો વેચવા માટે કાઢી રહ્યા છે. જેથી બેન્કોનું દેવુ ચુકવી શકાય.

અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરે હવે ઈન્ડોનેશિયામાં આવેલી પોતાની કોલસાની ખાણો વેચવા કાઢી છે. આ માટેનો સોદો આગામી કેટલાક મહિનાઓમાં થઈ જશે તેવી આશા છે. એક જાણકારે કહ્યુ હતુ કે, જો આ ડીલ થશે તો કંપનીને 150 થી 200 મિલિયન ડોલર મળશે.

કંપની હાલમાં સંભવિત બાયર્સ સાથે વાત કરી રહી છે. જોકે, કંપનીએ એક જ વાક્યમાં ડીલની શક્યતાઓને નકારી કાઢતા કહ્યુ હતુ કે, આવુ કશું નથી. ભારત જ નહી પણ ચીનની જે બેન્કો પાસેથી અંબાણીએ લોન લીધી છે તે બેન્કો પણ રકમ ચુકવવા માટે અનિલ અંબાણી પર દબાણ છે.

એક રિપોર્ટ મુજબ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલ 6,196 કરોડ રૂપિયા છે. જે ચાર મહિના પહેલાં 8000 કરોડ રૂપિયા હતું. જ્યારે અનિલ અંબાણીની સંપત્તિ 0.89 બિલીયન ડોલર સુધી ઘટી ગઈ છે. હાલમાં જ મુકેશ અંબાણીએ દાવો કર્યો હતોકે, તેમની કંપનીએ 14 મહિનાઓમાં 35,000 કરોડ રૂપિયા કરતાં વધારે લોન ચૂકવી છે.

READ ALSO

Related posts

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

RTI સંશોધન બીલ મામલે સોનિયા ગાંધી લાલચોળ: બોલ્યા- સરકાર જોહુકમી કરીને નાગરિકોને નબળા પાડી રહી છે

Riyaz Parmar

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!