GSTV

અનિલ અંબાણીનું દિવાળીમાં દેવાળું તો મોટાભાઈ એક દિવસમાં આટલા હજાર કરોડ કમાયા

Last Updated on November 7, 2018 by

ભારતના 50માં સૌથી ધનવાન અનિલ અંબાણીનીબે કંપનીઓના બેંક ખાતાઓમાં લગભગ 19 કરોડ રૂપિયા જ છે. આ કંપનીઓ રિલાયન્સટેલિકોમ અને તેનો એકમ રીલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ છે. આ બંને કંપનીઓમાં કુલ 144 બેંક ખાતા છે, જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સલિ.ના કુલ 119 બેંક ખાતાઓ છે અને આ ખાતાઓમાં કુલ 17.86 કરોડ રૂપિયા છે. તો બીજીતરફમુકેશ અંબાણીની કંપની દરરોજ નવી ઉંચાઈઓને આંબી રહી છે. મુકેશ અંબાણીએ એક દિવસમાં 3000કરોડ કમાવ્યાં.

ત્યાં બીજી કંપની રીલાયન્સ ટેલિકોમનાં કુલ 25 બેંક ખાતાઓ છે અને આ એકાઉન્ટ્સમાં કંપનીના માત્ર 1.48 કરોડ રૂપિયા જમા છે. દિલ્હી હાઇકોર્ટમાં અમેરિકન ટાવર કોર્પોરેશનની તરફેણ કરેલા કેસની સુનાવણી દરમિયાન આ માહિતીમાં બંને કંપનીઓએ પોતે માહિતી આપેલ છે.

દેવાના બોજ હેઠળ દબાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સને રિલાયન્સ જિયો સાથે થયેલા 18,000 કરોડ રૂપિયાના કરારની ઘણી આશા હતી. ખરેખર આ કરારથી અનિલ અંબાણીની કંપનીને વાયરલેસ સ્પેક્ટ્રમ વેચીને આ રકમ મળવાની હતી. પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સે હજી આ કરારને મંજૂરી આપી નથી અને આ કરાર માટે રિલાયન્સ કોમ્યુનિકેશન પાસેથી 2947 કરોડ રૂપિયાની બેંક ગેરંટીની માંગ કરી છે.

મુકેશ અંબાણીએ એક દિવસમાં કમાવ્યા 3000 કરોડ:

જ્યાં એક તરફ અનિલ અંબાણીની કંપનીરિલાયન્સ કોમ્યુનિકેશન ભારે દેવા હેઠળ દબાયેલી હોવાથી મુશ્કેલ સમયમાં ઝઝૂમી રહીછે. તો અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી રોજ નવી-નવી ઉંચાઈઓને આંબી રહ્યાં છે.મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જિયોએ સારી સફળતા મેળવી છે. હવે સમાચાર આવ્યાછે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મંગળવારે ફક્ત એક દિવસમાં પોતાની કંપનીના બોન્ડસનેવેચીને 3000 કરોડ રૂપિયા કમાવ્યાં છે.

READ ALSO

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!