GSTV
Home » News » અનિલ અંબાણી વધુ એક ઝાટકો આપવા તૈયાર, કંપની ડિફોલ્ટ થઈ તો 20 હજાર લોકોના 3,000 કરોડ ડૂબશે

અનિલ અંબાણી વધુ એક ઝાટકો આપવા તૈયાર, કંપની ડિફોલ્ટ થઈ તો 20 હજાર લોકોના 3,000 કરોડ ડૂબશે

દેશમાં રોજ એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. બેન્કો અને જીડીપીની હાલત ખરાબ છે. મોદી સરકારના પ્રયાસો પૂરતા પડી રહ્યાં નથી એવી દેશની હાલત ખરાબ છે. આજે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. અનિલ અંબાણીની માલિકીની વધુ એક કંપની ડિફોલ્ટ થઇ શકે છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ના 20,000 બોન્ડધારકો એક મોટો ફટકો સહન કરવા તૈયાર રહે, કારણ કે કંપનીએ આગામી 3 જાન્યુઆરીના રૂ.3000 કરોડની બાકી રકમની સંપૂર્ણ ચૂકવણી કરવાનો વાયદો કર્યો છે પણ તેમાં કંપની સફળ રહે તેવી શક્યતા ઓછી છે.

રિકવરી માટે કાયદાકીય માર્ગનો સહારો લેશે

આ જંક બોન્ડ્સના ટ્રસ્ટીએ કંપનીને ચેતવણી આપી છે કે જો રિપેમેન્ટમાં નિષ્ફળ જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. RHFLના બોન્ડધારકોમાં વ્યક્તિગત રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડો અને રિટાયરમેન્ટ સંસ્થાઓએ રોકાણ કરેલું છે.  ડિબેન્ચર હોલ્ડર્સની કમિટીના એક સભ્યે કહ્યું કે, જો કંપની સંપૂર્ણ રકમની ચૂકવણીમાં નિષ્ફળ રહેશે તો તેને ડિફોલ્ટ માનીને ટ્રસ્ટી ચોક્ક્સપણે રિકવરી માટે કાયદાકીય માર્ગનો સહારો લેશે.

લેણદારે મુદ્દલ રકમ અને વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરવાની રહેશે

નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, SBI મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડિયન આર્યન અને સ્ટીલ પીએફ, સેઇલ, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ફ્રાન્ક રોઝ, નાબાર્ડ, મહારાષ્ટ્ર સરકારની માલિકીની SICOMએ RHFLના બોન્ડમાં રોકાણ કર્યું છે. જેનું રેટિંગ AA+ છે, જે ટોચના રેટિંગની તુલનાએ એક લેવલ નીચે છે. ડિસેમ્બર 2016માં પબ્લિક ઇશ્યૂ દ્વારા બોન્ડનું વેચાણ કરાયું હતું, જેની પ્રથમ સિરિઝ આગામી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પરિપક્વ થઇ રહી છે પરંતુ ડિફોલ્ટના કિસ્સામાં લેણદારે મુદ્દલ રકમ અને વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરવાની રહેશે.

19મી નવેમ્બરથી 12 ટકા વ્યાજનો દંડ લગાવ્યો

અગાઉ નવેમ્બરમાં IDBI ટ્રસ્ટીશિપ, જે આ બોન્ડના કસ્ટોડિયન છે અને રોકાણકારો વતી કામગીરી કરે છે. તેમણે કંપનીને ડિફોલ્ટ કેટેગરીમાં ડાઉનગ્રેડ કરાયાની ચર્ચા માટે નવેમ્બરમાં ઔપચારિક બેઠક બોલાવી હતી. IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસના એમડી અને સીઇઓ સ્વપ્નકુમાર બાગચીએ 19મી નવેમ્બરના રોજ RHFLના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરને પત્ર લખ્યો જેમાં 3 જાન્યુઆરીના રોજ પરિપક્વ થતા બોન્ડની સંપૂર્ણ રકમ પરત મેળવવાની માંગણી કરી હતી. પત્રમાં વધુ જણાવ્યું છે કે, જો રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ જશે તો, ટ્રસ્ટી મજબૂરીવશ કાયદાકીય પગલાં લેશે.  ટ્રસ્ટીએ ચાલુ વર્ષે 19મી નવેમ્બરથી 12 ટકા વ્યાજનો દંડ લગાવ્યો છે, જ્યારે વ્યાજની રકમને બાદ કરતા ચૂકવવાની બાકી રકમ રૂ.2822 કરોડ જેટલી થાય છે. 

Related posts

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

અમિત શાહ તમારા સમર્થકોને પૂછો, મોંઘવારીના દિવસોમાં તેમના બાળકોને કોણે ભણાવ્યા: કેજરીવાલ

Pravin Makwana

ખાસ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકો ગાંધીજીના અહિંસા મંત્રને કાયમ યાદ રાખે, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!